Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

તીર્થધામ બોચાસણ ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં દેવ દિવાળીના ઉત્સવની ભક્તિસભર ઉજવણી

તીર્થધામ બોચાસણ

• બી.એ.પી.એસ. સંસ્થાની સામાજિક સેવાઓ પૈકી આરોગ્ય ક્ષેત્રના નુતન આયામ અંતર્ગત “શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ – અટલાદરા : વડોદરા ખાતે કેથ લેબ સુવિધા શરૂ કરવામાં આવી

ભગવાન સર્વ કર્તા છે, એમની મરજી વગર સૂકું પાંદડું હાલી શકે એમ નથી. : પ.પૂ. મહંતસ્વામી મહારાજ

સોમવારે બી.એ.પી.એસ.ના ગાદીસ્થાન બોચાસણમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં કાર્તિકી પૂનમ અને દેવ-દિવાળીનો ઉત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ભક્તિસભર રીતે ઉજવાયો હતો. દેવ-દિવાળી નિમિતે મંદિરમાં ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો કલાત્મક અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. કાર્તિક પુર્ણિમાનું વિશેષ માહાત્મ્ય હોઈ, વળી પ્રતિવર્ષ પ્રગટ સત્પુરુષના સાનિધ્યમાં બોચાસણ ખાતે આ સમૈયો ઉજવાતો હોઈ, સમગ્ર ચરોતર અને દૂર-સૂદૂરથી હરિભક્તો આ ઉત્સવનો લાભ લઈને વર્ષની શરૂઆતમાં જ દેવ દિવાળીએ ભગવાન અને ગુરુના દર્શન – આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે.

સવારે ૮.૩૦થી શ્રી સ્વામિનારાયણ બાગ – બોચાસણ ખાતે આજના ઉત્સવની મુખ્ય સભા “બી.એ.પી.એસ. સંસ્થાના વિકાસના મૂળમાં સાધુતા” એ કેન્દ્રિય વિચાર સાથે થઇ હતી. જેમાં વિદ્વાન સંતોએ વિષયને આનુષંગીક પ્રેરક વક્તવ્યો આપ્યા હતા. ધૂન- કીર્તન બાદ પૂજ્ય અનિર્દેશ સ્વામીએ આજના ઉત્સવનો મહિમા વર્ણવીને બી.એ.પી.એસ સંસ્થાના સર્વાંગી વિકાસની ગાથા રજૂ કરીને તેના મૂળમાં અક્ષરબ્રહ્મ સ્વરૂપ ગુણાતીત સત્પુરુષની “સાધુતા”નું મૂલ્ય એટલેઃ “નિયમ ધર્મ”, “નિર્મળ અંતઃકરણ” અને “ભગવાન પ્રત્યેની નિષ્ઠા”ના ગુણોના સામર્થ્યને ગણાવ્યું હતું.

સાધુતા એટલે “નિર્મળ અંતઃકરણ” એ વિષયક પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીએ સ્વામીશ્રીની અજાત શત્રુતાના ગુણો અંતર્ગત તેમને કોઈનો વિરોધ નહીં, કોઈ સાથે સ્પર્ધા નહીં, બધાનું ભલું કરવાની, બધાને મદદ કરવાની ભાવનાના ગુણોને ઉજાગર કરતાં પ્રસંગો વર્ણવ્યા હતા.સ્વામીશ્રીના નિર્મળ અંતઃકરણને ઉજાગર કરતાં વિડીયો દર્શન બાદ સદગુરુ સંતવર્ય પૂજ્ય કોઠારી સ્વામી (પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી)એ જણાવ્યું ” કામ – ક્રોધ વગેરે દોષોથી રહિત નિર્મળ અંતઃકરણ હોય તો ભગવાન રાજી થાય છે અને આપણી સેવાને તેઓ સ્વીકારે છે. આપણામાં આંતરબાહ્ય શુદ્ધિ આત્મસાત થાય તે અંગે પ્રેરણાઓ આપી હતી. આ પ્રસંગે વિશિષ્ટ સેવા કરનાર હરિભક્તોને હાર પહેરાવી સન્માન્યા હતા.

Other News : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામની સૌ પ્રથમ ટપાલ ટિકીટનું વિમોચન કરાયું

Related posts

આણંદ : સંભવિત વાવાઝોડા “તૌકતે” સામે તંત્રની સજ્જતા : કંટ્રોલરૂમ કાર્યરત કરાયા

Charotar Sandesh

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ અક્ષર ફાર્મ ખાતેથી આણંદ જિલ્લાને રૂપિયા ૨૭૦ કરોડથી વધુના આ કામોનું લોકાર્પણ-ખાતમુર્હુત કરશે

Charotar Sandesh

RRSA INDIA : ઉનાળાના ગરમ માહોલમાં પાલતુ કૂતરાઓ માટે પૂલ પાર્ટીનું આયોજન કરવામાં આવેલ

Charotar Sandesh