Charotar Sandesh
ઈન્ડિયા

Election Result : સત્તાના રાજમાં ચાલ્યો ભાજપનો સિક્કો : ચારમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપે પકડી રફ્તાર

ચૂંટણી

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણાની વિધાનસભા ચૂંટણી માટે મતોની ગણતરી (election result) રવિવારે (૩ ડિસેમ્બર) શરૂ થઈ છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગાઢ મુકાબલો ચાલી રહ્યો છે, જેમાં ભાજપે રફ્તાર પડકી છે.

• છત્તીસગઢમાં ભાજપને બહુમતી મળી છે, જેમાં ભાજપનો ૪૬ અને કોંગ્રેસ પક્ષને ૪૧ બેઠકો મળી છે (11.25 am)
• મધ્યપ્રદેશમાં BJP ૧૩૫ બેઠકો પર આગળ ચાલી રહી છે અને Congress ૯૧ સીટો પર (11.27 am)
• તેલંગાણામાં કોંગ્રેસને બહુમતી મળી છે, સીએમ કેસીઆર તેમની બંને સીટો પર પાછળ ચાલી રહ્યા છે (11.30 am)
• રાજસ્થાનના ટોંકથી સચિન પાયલટ ૨૮૪૯ મતોથી પાછળ રહી ગયા છે, BJP આગળ (11.35 am)

આ સાથે મોટાભાગના એક્ઝિટ પોલના પરિણામોએ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપને આગળ બતાવ્યું છે, જ્યારે છત્તીસગઢ અને તેલંગાણામાં, આંકડા કોંગ્રેસની તરફેણમાં વધુ છે.

આ સાથે ચૂંટણી પંચે પણ મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી (election result)ની તારીખ ૩ ડિસેમ્બર નક્કી કરી હતી, પરંતુ તેમાં શુક્રવાર (૧ ડિસેમ્બર)ના રોજ સુધારો કરાયો હતો, હવે મિઝોરમ રાજ્ય ચૂંટણીની મતગણતરી ૪ ડિસેમ્બરે થશે.

તે જ સમયે, તેલંગાણામાં શાસન કરી રહેલા ત્રણ પક્ષો બીઆરએસ, કોંગ્રેસ અને ભાજપની પ્રતિષ્ઠા દાવ પર છે.

Other News : આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા ચૂંટણીની મતગણતરી : ૪ રાજ્યોમાં કોણ મારશે બાજી ?

Related posts

કેન્દ્રીય મંત્રીઓએ સંપત્તિ જાહેર કરીઃ પિયૂષ ગોયલ પાસે ૨૭ કરોડની સંપત્તિ, જાણો અન્યની વિગતો…

Charotar Sandesh

નાણા રાજ્યમંત્રીએ સદનમાં કહ્યું : સરકારી બેન્કોના મર્જરની કોઇ યોજના નથી

Charotar Sandesh

#Budget2019 : પેટ્રોલ-ડીઝલ-સોના-ચાંદી મોંઘા : શ્રીમંતોની કમાણી ઉપર સરચાર્જ : બેન્કમાંથી ૧ કરોડના રોકડ ઉપાડ પર ટેક્ષ

Charotar Sandesh