Charotar Sandesh
ગુજરાત

એક્ઝિટ પોલ : ગુજરાતમાં કોની બનશે સરકાર ? જાણો ૨૦૨૨ના સૌથી સટિક અને સૌથી ઝડપી એક્ઝિટ પોલ્સ

એક્ઝિટ પોલ્સ

ગુજરાત વિધાનસભાની ૯૩ બેઠકો માટે આજે મતદાન યોજાયુ હતું આ મતદાન બાદ વિવિધ પ્રકારના Gujarat Election Exit પોલ ૨૦૨૨ સામે આવ્યા હતાં જેમાં Exit pollમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી શકે છે અને તે ફરી એકવાર સરકાર રચશે.

ગુજરાતમાં ફરી બનશે ભાજપની સરકાર

એકઝીટ પોલમાં…
ભાજપને ૧૨૫ થી ૧૩૦ બેઠકો જયારે કોંગ્રેસને ૪૦થી ૫૦ બેઠકો અને આમ આદમી પાર્ટીને ૩ થી ૫ બેઠકો મળે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે, આ ઉપરાંત અન્યોને ૩થી ૭ બેઠકો મળશે તેવું જણાવાયુ છે.

એક્ઝીટ પોલ મુજબ ભાજપને ૪૭ ટકા કોંગ્રેસ ૩૫ ટકા આપ ૧૨ ટકા અધર્સ ૬ ટકા સીટો મળશે. જેમા ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે ફરી એકવાર સરકાર બનાવશે. ગુજરાતમાં ભાજપને ૪૫ વોટ શેર મળશે. ૨૭ વર્ષથી સત્તામાં રહેલી ભાજપ ફરી સત્તાનુ સુકાન સંભાળશે.

એક્ઝિટ પોલ શું છે?
તમામ એજન્સીઓ તેમના એક્ઝિટ પોલ જાહેર કરે છે. એક્ઝિટ પોલ ચોક્કસપણે ચૂંટણી પરિણામોની ખાતરી આપતા નથી હોતા. જણાવી દઈએ કે, ચૂંટણી પંચ સત્તાવાર આંકડા જાહેર કરે છે. આવી સ્થિતિમાં કઈ સર્વે એજન્સીનો એક્ઝિટ પોલ સૌથી સચોટ છે તે તો પરિણામની તારીખે જ ખબર પડે છે. એક્ઝિટ પોલ શું હોય અને એક્ઝિટ પોલ કેવી રીતે તૈયાર થાય છે? સર્વે એજન્સીઓ મતદારને પ્રશ્ન કરે છે, જ્યારે તે મતદાન કર્યા પછી મતદાન મથકની બહાર આવે છે. મતદારને પૂછવામાં આવે છે કે, તેણે કઈ પાર્ટીને મત આપ્યો છે. આને એક્ઝિટ પોલ કહેવામાં આવે છે. મતદારોના અભિપ્રાયના આધારે એજન્સીઓ તેમનો ડેટા તૈયાર કરે છે. સર્વે એજન્સીઓ મતદારોના જવાબો એકત્રિત કરે છે. ડેટા એકત્રિત કર્યા પછી એક્ઝિટ પોલનું પ્રસારણ કરવામાં આવે છે.

Other News : વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું

Related posts

તૈયારી શરૂ : અમદાવાદમાં વેક્સિનના સંગ્રહ માટેના ફ્રિઝ આવ્યા, આણંદ-ખેડા જિલ્લામાં સપ્લાય કરાશે…

Charotar Sandesh

ગ્રેડ પે મામલે રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કર્યું : જુઓ કોન્સ્ટેબલ-હેડ કોન્સ્ટેબલ-ASIનો પગાર વધારો કેટલો ?

Charotar Sandesh

ધોરણ ૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર કરાશે અને ધોરણ ૧૦નું આ તારિખે આવશે, જુઓ

Charotar Sandesh