Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

રાજ્યમાં આંખ આવવાની બીમારી વકરી : આ બે શહેરોમાં સૌથી વધારે કેસ; સિવિલમાં તો રોજના ૩૦૦ દર્દીઓ આવે છે

આંખ આવવી (eye infection)

રાજ્યમાં આંખ આવવી (eye infection) એટલે કે કન્જક્ટિવાઇટિસ બીમારી વકરી રહી છે, જેમાં સુરત અને ભાવનગરમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે, રોજ સિવિલ હોસ્પિટલમાં ૩૦૦થી વધુ દર્દીની લાંબી લાઈન લાગી રહી છે. આ બીમારીનો ચેપ બાળકો અને વૃદ્ધોમાં ઝડપથી વધી રહ્યો હોવાથી સ્થિતિ ચિંતાજનક બની છે.

સુરતમાં કેટલાક દિવસોથી આ બીમારીએ અજગર ભરડો લીધો હોવાથી અત્યાર સુધીમાં ૪થી ૫ કરોડ રૂપિયાની દવા વેચાઇ ગઈ છે. તેમજ મેડિકલ સ્ટોર્સમાં ટીપાંનું વેચાણ ૧૦ ગણું વધ્યું છે.

મોટાભાગના ગ્રાહકો મેડિકલ સ્ટોર્સ પર આંખનાં ટીપાં (eye drops) અને એન્ટિબાયોટિક લેવા જ આવી રહ્યા છે

આ બાબેત બાળકો અને વૃદ્ધમાં બીમારી વધુ આંખના ડિપાર્ટમેન્ટનાં હેડ ડો. પ્રીતિ કાપડિયાએ મિડીયાને જણાવેલ કે, હાલ શહેરમાં આંખના કેસોમાં વધારો થયો છે. આ વાઇરલ ઇન્ફેક્શન (eye infection) હોવાના કારણે ખૂબ જ ઝડપથી ફેલાય છે. એડીનો Virus, ઇકો વાઇરસ, કોકાઈ વાઇરસ અને ફ્લૂ જેવા ઘણા Virusથી કન્જેક્ટિવાઇટિસ થાય છે. હાલ મોટી ઉંમરના લોકોની સાથે બાળકોમાં આ બીમારી જોવા મળી રહી છે.

Other News : રાજયમાં લઘુત્તમ વેતન ધારાનો અમલ થતો નથી અને સહકારી-ખાનગી ફેકટરીઓમાં કામદારોનું શોષણ થાય છે : અમિત ચાવડા

Related posts

રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન મેનેજરે ૪૮ લાખનું કૌભાંડ આચર્યું…

Charotar Sandesh

હાર્દિકની મુશ્કેલી વધી : કોર્ટે ફરી બિન-જામીનપાત્ર વોરન્ટ કાઢ્યું, ધરપકડના ભણકારા..!!

Charotar Sandesh

શિવરંજની હિટ એન્ડ રન કેસઃ પર્વ શાહ જેલમાં, માનવ વધનો ગુનો દાખલ…

Charotar Sandesh