કોચી : કેરળમાં ભારે વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં ૧૮ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ડઝનબંધ લોકો લાપતા થયા છે. કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયને જણાવ્યું હતું કે, રાજ્યના કેટલાક ભાગોમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. લોકોના જીવ બચાવવા માટે અમે શક્ય તમામ પ્રયત્નો કરીશું, અમે આર્મી, એરફોર્સ અને નેવીની મદદ લીધી છે. જિલ્લાઓમાં રાહત કેમ્પ સ્થાપવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના ડ્ઢસ્ ને રાહત કેમ્પ ખોલવાનો નિર્દેશ આપ્યો કેરળની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી. કોટ્ટાયમ, પઠાણમથિટ્ટા, ઇડુક્કી સૌથી ખરાબ અસરગ્રસ્ત શહેરો છે, જ્યાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે.
મુખ્યમંત્રીએ તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના ડીએમ ને રાહત કેમ્પ ખોલવાનો નિર્દેશ આપ્યો છે, જ્યાં લોકોને મદદ મળી શકે
આ સાથે જણાવ્યું હતું કે, રાહત શિબિરમાં કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. પઠાણમથિટ્ટા, તિરુવાનંદપુરમ, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઇડુક્કી, ત્રિશૂર જિલ્લાઓમાં પૂરની ચેતવણી કેરળમાં પૂરની સ્થિતિ વિશે આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, ઘણા જિલ્લાઓમાં બંધો અને બંધોમાં પાણીનું સ્તર ખૂબ ઉંચું છે, જેના કારણે નાના શહેરો, નગરો અને ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. પૂરમાં ઘણા લોકો ઘાયલ થયા છે અને બેઘર બન્યા છે.
અધિકારીઓએ લોકોને સલાહ આપી છે કે, તિરુવનંતપુરમમાં પ્રવાસન સ્થળો માટે ન જાવ અને નદીઓની નજીક ન જાવ, જ્યાં પાણીનું સ્તર ખૂબ ઉંચું છે. એક અધિકારીએ કહ્યું હતું કે ૨ જેસીઓ, ૩૦ અન્ય સેનાના જવાનોને અહીં તૈનાત કરાયા આ સાથે જ પૂરમાં ફસાયેલા લોકોની મદદ માટે સેનાની મદદ પણ લેવામાં આવી રહી છે.
Other News : કોંગ્રેસના અધ્યક્ષપદ કોણ સંભાળશે ? જેની ચૂંટણી સપ્ટેમ્બર-૨૦૨૨માં યોજાશે