Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાંથી ગુજરાતને એક જ દિવસમાં રૂ. ૨૧ હજાર કરોડના વિકાસ કામોની ભેટ ધરતા PM નરેન્દ્ર મોદી

PM નરેન્દ્રભાઇ મોદી

૨૧મી સદીમાં ભારતના ઝડપી વિકાસ માટે મહિલાઓના સર્વાંગી વિકાસ સાથે સશક્તિકરણ જરૂરી છે – PM નરેન્દ્રભાઇ મોદી

વડાપ્રધાનશ્રીએ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવીનતા અને દઢનિશ્ચય, આ પંચ-સિદ્ધાંત પર કામ કરીને સુશાસનની અનુભૂતિ કરાવી છે : CM ભૂપેન્દ્રભાઇ પટેલ

Vadodara : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું છે કે, ૨૧મી સદીમાં ભારતના ઝડપી વિકાસ માટે મહિલાઓના સર્વાંગી વિકાસ સાથે સશક્તિકરણ જરૂરી છે. મહિલાઓની આશા, અપેક્ષાઓ અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને તેમના માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી, નિર્ણયો કરી તેમના પસંદગીના ક્ષેત્રમાં કામ કરવાના તમામ દરવાજા ખોલી દીધા અને હવે અનેક નવા ક્ષેત્રો નારીશક્તિના દરવાજે દસ્તકો આપી રહી છે. ડબલ એન્જીનની સરકારના સુશાસનના છેલ્લા આઠ વર્ષમાં નારીશક્તિના સામર્થ્યને ભારતના વિકાસની ધૂરી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મિશન મંગલમ્ હેઠળ ગુજરાતમાં ૨.૬૦ લાખ સખી મંડળો સાથે ૨૬ લાખ નારીશક્તિને સાંકળવામાં આવી છે : PM નરેન્દ્રભાઇ મોદી

PM નરેન્દ્રભાઈ મોદીએ મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડોદરામાં યોજાયેલ ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં  ગુજરાતમાં રેલવેના વિવિધ રૂ.૧૬,૩૬૯ કરોડના ૧૮ પ્રોજેક્ટનું લોકાર્પણ – ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવા સાથે મધ્ય ગુજરાતના પાંચ જિલ્લામાં વિવિધ વિભાગોના રેલવે સહિતના કુલ રૂ.૨૧ હજાર કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું હતું.

મહિલાઓના સશક્તિકરણ માટે પંચાયતી રાજ સંસ્થાઓમાં તેમના માટે ૫૦ ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે, તેનો ઉલ્લેખ કરતા PMએ એમ પણ કહ્યું કે, મિશન મંગલમ્ હેઠળ ગુજરાતમાં ૨.૬૦ લાખ સખી મંડળો સાથે ૨૬ લાખ નારીશક્તિને સાંકળવામાં આવી છે. જેમાં આદિવાસી, ગરીબ, વંચિત મહિલાઓ જોડાઇ પગભર બની તેમને આર્થિક તાકાત મળતા અર્થવ્યવસ્થામાં પણ ભાગીદાર બની છે. મહિલાઓને વધુ આર્થિક સક્ષમ બનાવવા માટે સખી મંડળોને મળતી લોનની મર્યાદા રૂ. ૧૦ લાખથી વધારી રૂ. ૨૦ લાખ કરવામાં આવી છે. મુદ્રા યોજના હેઠળ લોન મેળવનારોમાં ૭૦ ટકા જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે.

Other News : શક્તિપીઠ પાવાગઢમાં નવનિર્મિત મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણ કરતાં વડાપ્રધાન મોદી

Related posts

રાજ્યમાં યોજાયેલ ટ્રાફિક ડ્રાઈવમાં દારૂબંધીની પોલ ખુલી : અધધ નબીરાઓ ડ્રીંક એન્ડ ડ્રાઈવ કરતા ઝડપાયા, જુઓ

Charotar Sandesh

મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ચાર આરોપીઓના કોર્ટમાં રજૂ કરાયા, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

Charotar Sandesh

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એનસીપી એકલા હાથે લડશે…

Charotar Sandesh