Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

વિદ્યાનગરમાં ૧૦મી તારીખે પીએમ મોદીની સભાને લઈ શાળાઓમાં રજા : પરીક્ષાની તારીખો ચેન્જ કરાઈ

શાળા કોલેજ

આણંદ : આગામી ૧૦ ઓક્ટોબરે વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે વડાપ્રધાનની જાહેર સભા યોજાનાર છે, જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

ત્યારે બીજી તરફ શાસ્ત્રી મેદાન નજીક આવેલ CVM હસ્તકની એમ એસ મિસ્ત્રી સહિતની કેટલીક શાળાઓમાં રજા જાહેર કરાઈ છે અને યોજાનાર પરીક્ષાઓની તારીખોમાં ફેરબદલ કરવામાં આવેલ છે, જેને લઈ વાલીગણમાં રોષની લાગણી પ્રવર્તી છે.

Advertisement

વડાપ્રધાન આવવાના હોવાથી આ દિવસે પરીક્ષાના તમામ પેપરો રદ રહેશે

અમે કોઇ શાળા કોલેજ બંધ રાખવાની સૂચના આપી નથી : જિલ્લા કલેક્ટર

આ બાબતે એમએસ મિસ્ત્રી સ્કુલનો સંપર્ક કરાતાં તેઓએ જણાવેલ કે, સોમવારના રોજ અમારી સ્કુલમાં રજા મુકાઈ છે, કારણ કે પીએમ મોદીના કાર્યક્રમને લઈ રસ્તાઓ ડાયવર્ટ કરી બંધ કરવાના હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી શકે છે જેને લઈ આ નિર્ણય લેવાયો છે.

Other News : આણંદ શહેરને વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશનની ભેટ આપતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ

Related posts

આણંદમાં ૫૦ શાળા સ્માર્ટ સ્કૂલ બની, વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર-વાઈફાઈની સુવિધા મળશે…

Charotar Sandesh

લમ્પીના કાળા કેર વચ્ચે વેટરનરી તબીબોની હડતાળ : મંત્રી પુરૂષોત્તમ રૂપાલાને યોગ્ય ઉકેલ લાવવા રજૂઆત

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ-નાગરિકોએ કોરોના જાગૃતિ માટેના શપથ ગ્રહણ કર્યા…

Charotar Sandesh