Charotar Sandesh
ગુજરાત

વડોદરામાં શોભાયાત્રા પર પથ્થરમારાની બે ઘટનાઓ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું આ કડક નિવેદન

વડોદરામાં શોભાયાત્રા

રામનવમીની યાત્રામાં જેણે પણ પથ્થર નાંખ્યા છે, એ ક્યારેય પથ્થર તરફ જોશે નહિ એવા પગલાં ભરવામાં આવશે : ગૃહમંત્રીનું નિવેદન

આ ઘટના બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પથ્થરમારાની ઘટના સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા

સીસીટીવી કેમેરાની મદદથી રાત્રે ૧ર વાગ્યા પહેલા તોફાની તત્ત્વોને ઝડપી પાડવા સુચનાઓ આપી

વડોદરા : આજે રામનવમી નિમિત્તે વડોદરામાં ફરી વાર પથ્થરમારોની ઘટના સામે આવી છે. રામનવમીની શોભાયાત્રા દરમિયાન ફરી પથ્થરમારો થતાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે.

વડોદરા જિલ્લામાં ફતેહપુરા બાદ કુંભારવાડાથી શોભાયાત્રા નીકળેલ, જેમાં કેટલાંક તોફાની તત્વોએ પથ્થરમારો કરેલ, આ સાથે કેટલાંક વાહનોમાં તોડફોડ પણ કરાઈ હતી, જે ઘટના બાદ પોલીસે ટોળાને કાબુમાં લેવા ટિયેરગેસના સેલ છોડ્યા હતા.

આ ઘટના બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પથ્થરમારાની ઘટના સામે કડક કાર્યવાહી કરવા જણાવેલ, સાથે આજે રાત્રે ૧૨ વાગ્યા પહેલા તોફાની તત્વોને પકડી પાડવા સૂચના આપી દેવાઈ છે, આ સાથે જિલ્લા કમિશનરે પણ સૌને શાંતિ જાળવવા અપીલ કરેલ છે.

Other News : કોરોનાનો ફરી પગપેસારો : ૬ મહિનામાં સૌથી મોટો ઉછાળો, ૨૪ કલાકમાં ૩ હજારથી વધુ નવા કેસ

Related posts

હનુમાનજીના અપમાનનો વિવાદ ! કરણી સેના મેદાને, આપ્યું ૨૪ કલાકનું અલ્ટીમેટમ

Charotar Sandesh

મુખ્યમંત્રી રૂપાણીએ ‘ગુજરાત સોલર પાવર પોલિસી-૨૦૨૧’ની કરી જાહેરાત…

Charotar Sandesh

રાજ્યમાં કોરોના અનસ્ટોપેબલ : છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૭૬ નવા કેસ નોધાયા…

Charotar Sandesh