Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ઉમરેઠના થામણા ગામે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી જાતે ટ્રેક્ટર ચલાવી શાળા પ્રવેશઉત્સવમાં પહોંચ્યા

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

આણંદ : શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવના ત્રિ-દિવસીય કાર્યક્રમના બીજા દિવસે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના વિવિધ ગામો ખાતે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહી આંગણવાડી અને શાળામાં પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના શાળા શિક્ષણની સ્થિતિ બદલવા અને બાળકોના પ્રારંભિક શિક્ષણને વેગ આપવા ૨૦૦૩ થી શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવના ૧૭ માં ચરણમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવ રૂપી શિક્ષણના મહાયજ્ઞનો પ્રારંભ થયો છે.

જેના પ્રથમ દિવસે બે લાખથી વધુ બાળકો એ પ્રાથમિક શાળામાં ધોરણ – ૧ માં પ્રવેશ મેળવ્યો છે, જેમાં ૬૫૭ કેટલા દિવ્યાંગ બાળકોનો પણ સમાવેશ થાય છે.

રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ૧૯,૧૮૨ મહાનુભાવોએ ૮૧૩૨ ગામોની ૧૦,૬૦૦ શાળાઓની મુલાકાત લીધી

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી આજે શાળા પ્રવેશોત્સવ માં આણંદ જિલ્લા ના ઉમરેઠ તાલુકામાં પ્રવાસે હતા, જેમાં તેઓ એ લીંગડા,પરવટા તથા થામણા ગામે પ્રવેશ ઉત્સવમાં હાજર રહ્યા. પ્રવેશઉત્સવના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી એ શાળાના બાળકોની વચ્ચે જઈને તેમને મળ્યા તેમની સાથે સંવાદ કર્યો.

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી આણંદ જિલ્લા માં ઉમરેઠ તાલુકાના થામણા ગામે જાતે ટ્રેક્ટર ચલાવી શાળા પ્રવેશઉત્સવ માં પોહ્‌ચ્યા,શાળા ના બાળકો સાથે ટ્રેક્ટરથી હસ્તધુનન કર્યું તથા બાળકોને ટ્રેક્ટરની રાઈડ કરાવતા પહોંચ્યા શાળામાં અનોખી રીતે મંત્રીશ્રીનું આગમન જોઈ શાળાના ના બાળકો તથા વાલીઓ શિક્ષકો એ પણ તેમનું અભિવાદન કર્યું.

Other News : સાંસદ મિતેષ પટેલ દ્વારા રજૂઆત કરાતાં અમદાવાદ-કેવડિયા ટ્રેનનું આણંદ ખાતે સ્ટોપેજ ફાળવાયું

Related posts

કોરોનાએ ફરી આણંદ જિલ્લાને બાનમાં લીધું : જિલ્લામાં આજે કુલ ૨૭ કેસો નોંધાતા તંત્ર દોડતું થયું…

Charotar Sandesh

આણંદ જિલ્લાના વ્યાજખોરોમાં ફફડાટ : બે સલુનવાળા પાસેથી ૩૫ ટકા વ્યાજ વસુલનાર ત્રણ વિરૂધ્ધ ફરિયાદ

Charotar Sandesh

સોજીત્રા : ખેતરમાં મરચી-રીંગણીના વાવેતર સાથે ગાંજાના છોડની ખેતી કરતા ખેડૂતની ધરપકડ…

Charotar Sandesh