Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ જિલ્લામાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનું અંદરખાને વેચાણ : વધુ ૩૩પ ફિરકાઓ ઝડપાયા

ચાઈનીઝ દોરી

સામરખા ચોકડી પાસેથી ર૪૦ ફીરકી સાથે, મેઘવા ગામેથી ૪૮ સાથે એક, ઈસરામામાં ૭ સાથે એક અને હઠિપુરામાં ૪૦ સાથે ર શખ્સો ઝડપાયા

આણંદ : જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ વધ્યો છે, ઉત્તરાયણ પર્વને આડે હવે માત્ર ૧૧ જ દિવસનો સમય બાકી છે, ત્યારે લગભગ દરરોજ ચાઈનીઝ દોરી સાથે શખ્સો પકડાઈ રહ્યા છે, જિલ્લામાં મોટાપાયે ચાઈનીઝ દોરીનો જથ્થો મંગાવવામાં આવેલ હોય તેમ લાગી રહ્યું છે, પોલીસ નાના વેપારીઓને ચાઈનીઝ દોરીના જથ્થાને ઝડપી સંતોષ માની રહી છે, પરંતુ હોલસેલ વેચાણ કરતા મોટા વેપારીઓ હજી પણ પોલીસ પકડથી દુર હોય તેમ લાગી રહ્યું છે.

આણંદ જિલ્લામાં બે દિવસ અગાઉ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૩૩પ ફિરકાઓ સાથે ૬ શખ્સોને ઝડપી પાડીને તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે

સામરખા ચોકડી પાસેથી ર૪૦ ફીરકી સાથે, મેઘવા ગામેથી ૪૮ સાથે એક, ઈસરામામાં ૭ સાથે એક અને હઠિપુરામાં ૪૦ સાથે ર શખ્સો ઝડપાયા, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Other News : આણંદ જિલ્લામાં વધુ ધ્વનિ સાથે લાઉડસ્પીકર તથા ડીજે સીસ્ટમના ઉપયોગ અંગે કલેક્ટરનું જાહેરનામું

Related posts

પરેશ ધાનાણી બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું રાજીનામું

Charotar Sandesh

કોરોનાનો કહેર : ખંભાતના કોરોનાગ્રસ્ત વિસ્તારમાં જ આજે ૭ કેસ પોઝીટીવ : જિલ્લામાં કુલ ૧૭ કેસ

Charotar Sandesh

આણંદ જિલ્લાના આ શિક્ષક વંચિત પરિવારોના બાળકોને વિનામૂલ્યે અને અનોખી રીતે શિક્ષણ આપે છે…

Charotar Sandesh