Charotar Sandesh
ટ્રેન્ડીંગ સ્પોર્ટ્સ

IPL Auction 2024 : મિશેલ સ્ટાર્ક IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, પેટ કમિન્સનો રેકોર્ડ તોડ્યો

મિશેલ સ્ટાર્ક IPL

• કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરને ૨૪.૭૫ કરોડમાં કરારબદ્ધ કર્યો. જે આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી છે
• સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) ઓસ્ટ્રેલિયન કેપ્ટ અને ઓલરાઉન્ડરને ૨૦.૫૦ કરોડમાં ખરીદ્યો હતો. જે બીજો સૌથી મોંઘો ખેલાડી હતો

Dubai : IPL-૨૦૨૪ માટે દુબઈમાં ખેલાડીઓની હરાજી ચાલી રહી છે. આઈપીએલ-૨૦૨૪ના ઓક્શનમાં તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર Fast Bowler મિચેલ સ્ટાર્કને ૨૪.૭૫ કરોડ રૂપિયામાં કોલકત્તા નાઇટ રાઇડર્સે (KKR) ખરીદ્યો છે. મિચેલ સ્ટાર્ક IPL AUctionના ઈતિહાસમાં સૌથી મોંઘા ભાવે વેચાનાર ખેલાડી બની ગયો છે.

IPL 2024 ઓક્શનમાં પેટ કમિન્સને સનરાઇઝર્સે (SR) ૨૦.૫૦ કરોડ રૂપિયા આપીને લીધો હતો. પરંતુ મિચેલ સ્ટાર્કે (Michel Stark) માત્ર ૩૦ મિનિટમાં પેટ કમિન્સનો રેકોર્ડ તોડી દીધો છે. દિલ્હી કેપિટલ્સે (DD) ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક પર પ્રથમ બોલી લગાવી હતી. તેની મૂળ કિંમત ૨ કરોડ રૂપિયા હતી. મુંબઈ અને દિલ્હી વચ્ચે રૂ. ૯.૬૦ કરોડ સુધીની બિડિંગ જોવા મળી હતી. આ પછી ગુજરાત ટાઇટન્સ (GT) અને કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) બોલી લગાવવાનું શરૂ કર્યું. આખરે કોલકાતાએ સ્ટાર્કને ૨૪.૭૫ કરોડમાં ખરીદ્યો.

Other News : વસ્તી બાદ હવે પ્રદૂષણમાં પણ ભારત ચીન કરતાં આગળ : વર્ષ ૨૦૨૨માં ૧૦૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના ૬૫

Related posts

આગામી શુક્રવારે રહેશે લાંબામાં લાંબો દિવસ, જાણો કેમ…?

Charotar Sandesh

ધોનીએ પૂણેના મજૂરો માટે ૧ લાખ રૃપિયા દાન કર્યા…

Charotar Sandesh

આઈપીએલ નીલામી : માત્ર ૭૩ જગ્યા માટે ૯૭૧ ખેલાડીઓની નોંધણી કરાઈ…

Charotar Sandesh