Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

અમૂલ દ્વારા દૂધના પાઉચ પર તિરંગો સ્ટીચ કરવા મુદ્દે રાષ્ટ્રધ્વજના અપમાનની ચર્ચા

હર ઘર તિરંગા (har ghar tiranga)

દૂધની કોથળી ડસ્ટબીનમાં જવા પામતી હોઇ તિરંગાનુ અપમાન થવા પામશેના સંદેહ

Anand : આગામી ૧૩થી૧૫ના આઝાદીના ૭૫મા વર્ષ અમૃત મહોત્સવ ના ભાગરૂપે સરકાર દ્વારા હર પર તિરંગા નું આયોજન કરતાં અમૂલ દ્વારા દેશના ત્રણ કરોડ દૂધ ઉપભોકતાને દૂધ પાઉચ પર તિરંગો સ્ટીચ કરી આઝાદી ના અમૃત મહોત્સવ (azadi ka amrut mahotsav) ની ઉજવણી કરવામાં આવશે ના પગલે તિરંગા નુ અપમાન થવા પામશે ના સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યા નું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર આગામી ૧૩થી૧૫ દેશના આઝાદીના ૭૫મા વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા પ્રજામાં દેશદાઝ અને રાષ્ટ્રભાવના ઉભી થાય તેવા આશયથી હર ઘર તિરંગા (har ghar tiranga) નુ આયોજન હાથ ધરવામાં આવતા તંત્ર સક્રિય થવા સાથે પ્રજામાં પણ થનગનાટ વ્યાપવા પામી રહ્યો છે. જેના પગલે વિશ્વવિખ્યાત અમૂલ પણ જોડાવા અમૂલ દ્વારા દેશના ત્રણ કરોડ દૂધ ઉપભોકતાને સાકળવા દૂધના પાચ પર તિરંગો સ્ટીચ કરી હર પર તિરંગા (har ghar tiranga) અભિયાન માં જોડાશે. પરંતુ દૂધના પાઉચનો ઉપયોગ કરી ઉપભોકતા દ્વારા દૂધની કોથળી ડસ્ટબીન માં જવા પામતી હોય તિરંગાનુ અપમાન થવા પામશે ના સંદેહ વ્યક્ત થવા પામી રહ્યા નું જાણવા મળેલ છે.

જો કે જાગૃત નાગરિકો માં ચાલતી ચર્ચા મુજબ અમૂલ દ્વારા પાઉચ પર તિરંગો સ્ટીચ કરવાના બદલે ઉપભોકતાને દૂધના પાઉચની ખરીદી સાથે તિરંગો આપવામાં આવે તો તિરંગા નુ સન્માન જળવાશે. નહીં તો જો સ્ટીચ કરેલ તિરંગો દૂધની કોથળી કચરાઢગમા જોવા મળશે તો વિવાદ વકરવાની બિની સેવવામાં આવી હતી.

Other News : સોજિત્રામાં રૂા.૪.૧૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ બે માળનું આધુનિક નવીન કોર્ટ ભવન ખુલ્લું મુકાયું

Related posts

તંત્રની બેદરકારીથી બનેલ આગની ઘટના બાદ અન્ય ફટાકડાની હાટડીઓથી આણંદ અંગારા પર !

Charotar Sandesh

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી આણંદ દ્વારા કમ્બાઈન વાર્ષિક તાલીમ શિબિરની પૂર્ણાહુતિ…

Charotar Sandesh

મધ્ય ગુજરાતના પાટીદાર સમાજની આત્મચિંતન શિબિર યોજાઇ : લવ જેહાદ, વ્યસન અને પાટીદાર સમાજમાં જેન્ડર રેશિયો અંગે ચર્ચા

Charotar Sandesh