Charotar Sandesh
ગુજરાત

નવી SOP : ગુજરાતમાં નાઈટ કર્ફ્યુ યથાવત : હવેથી લગ્ન સમારોહમાં ખુલ્લા જગ્યામાં ૩૦૦ લોકોને મંજુરી

નાઇટ કર્ફ્યૂ યથાવત

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કોર કમિટીની બેઠકમાં એસઓપી અંગે મહત્ત્વનો નિર્ણય લેવાયો. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ નાઇટ કર્ફ્યુ આઠ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

ખુલ્લામાં લગ્નપ્રસંગમાં યોજવા પર ૩૦૦ લોકોની હાજરીને મંજૂરી આપી છે. તે સિવાય આઠ મહાનગર સહિક ૨૭ શહેરમાં ૧૧ ફેબ્રુઆરી સુધી નાઇટ કર્ફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. રાત્રી કર્ફ્યૂના સમયમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે સિવાય લગ્નસમારોહ બંધ જગ્યાએ યોજાય તો ૧૫૦ લોકોની હાજરીને મંજૂરી આપવામાં આવી છે. લગ્નસમારોહ સિવાયના કાર્યક્રમોમાં ૧૫૦ લોકોની મર્યાદા યથાવત રાખવામાં આવી છે.

કોરોનાની નવી ગાઇડલાઇન ૧૧ ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે

વધુ પોઝિટીવિટી રેશિયો ધરાવતાં ૧૯ નગરો આણંદ,નડિયાદ,સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૪ ફેબ્રુઆરી ૨૦૨૨થી ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી દરરોજ રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.

Other News : ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો મમતા સોની સહિત ભાજપમાં જોડાયા : કેસરિયો ધારણ કર્યો

Related posts

સુરત ડબલ મર્ડર : સાત હુમલાખોરો, દરેકના હાથમાં ચપ્પુ ને તલવાર, 30 ઘા ઝીંકાયા…

Charotar Sandesh

ગણેશોત્સવમાં ડીજેની પરવાનગી અંગે કોર કમિટીની બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવાશે

Charotar Sandesh

ગરીબો માટે માત્ર પગથિયા, અમીરો માટે રોપ-વે, કંપની કમાશે ૧૫૦ કરોડ : ધારાસભ્ય ભીખા જોષી

Charotar Sandesh