Charotar Sandesh
ઈન્ડિયા

મુંબઈમાં અમેરિકાથી આવેલ વ્યક્તિ ઓમિક્રોન સંક્રમિત : કેસો વધતાં મહારાષ્ટ્ર સરકાર ચિંતિત

ઓમિક્રોનના સંક્રમણ

ઓમિક્રોનના કેસ વધતાં મહારાષ્ટ્ર સરકાર ચિંતિત

મુંબઈ : મહારાષ્ટ્રના મુંબઈમાં વધતા ઓમિક્રોનના સંક્રમણને ધ્યાનમાં રાખીને ૧૬ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. કલમ ૧૪૪ અંગે મુંબઈ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના સંક્રમણને રોકવા ક્રિસમસ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને શહેરમાં મોટા કાર્યક્રમો પર પ્રતિબંધો મુકવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોનથી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. જ્યાં અત્યાર સુધીમાં કુલ ૪૦ કેસ મળી આવ્યા છે.

જો દેશની વાત કરીએ તો દિલ્હીમાં ૨૨ કેસ , રાજસ્થાનમાં ૧૭, ગુજરાતમાં ૪, કર્ણાટકમાં ૩, કેરળમાં ૭, આંધ્રપ્રદેશમાં ૧, તેલંગાણામાં ૮, પશ્ચિમ બંગાળમાં ૧, ચંદીગઢમાં ૧ અને તમિલનાડુમાં ૧ કેસ નોંધાયા છે.

દેશમાં એક દિવસમાં ઓમિક્રોનના ૨૪ નવા કેસ સામે આવતા કોરોના વાયરસના નવા વેરિઅન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા ૧૦૦ને પાર પહોંચી ગઈ છે

સંક્રમણને ધ્યાનમાં રાખીને, કેન્દ્રએ લોકોને બિન-જરૂરી મુસાફરી અને સામૂહિક મેળાવડા ટાળવા અને નવા વર્ષની મોટા પાયે ઉજવણી ન કરવા સલાહ આપી છે. કર્ણાટકમાં પ્રથમ કેસ નોંધાયાના માત્ર ૧૫ દિવસ પછી ઓમિક્રોન કેસની સંખ્યા ૧૦૦ને પાર પહોંચી જતા લોકોની ચિંતા વધી છે.

દેશમાં ઓમિક્રોનના વધતા કેસે તંત્રની ચિંતા વધારી છે. તેની વચ્ચે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ એક રીલીઝ જારી કરીને માહિતી આપી છે કે અમેરિકાના ન્યુયોર્કથી મુંબઈ પરત ફરેલ ૨૯ વર્ષીય વ્યક્તિ ઓમીક્રોન પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. નવાઈની વાત તો એ છે કે, આ વ્યક્તિમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નહોતા.

BMCએ વધુમાં જણાવ્યુ હતુ કે, એરપોર્ટ પર તપાસ દરમિયાન આ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યો હતો. આ પછી તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થયુ છે. BMCએ આ વ્યક્તિના સંપર્કમાં આવેલા બે લોકોની પણ તપાસ કરી હતી. તપાસમાં બંનેનો નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

Other News : Omicron : દેશમાં નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે : કુલ ૮૭ કેસ નોંધાયા

Related posts

વડાપ્રધાન મોદી ડરપોક છે, સેનાના બલિદાન પર થૂંકી રહ્યા છે : રાહુલ ગાંધી

Charotar Sandesh

સરકાર આનંદો : સપ્ટેમ્બર જીએસટી કલેક્શન રેકોર્ડ ૧.૧૭ લાખ કરોડને પાર

Charotar Sandesh

નિતિન ગડકરીએ ૧૭૦ની સ્પીડે કાર દોડાવી દિલ્હી-મુબંઈ એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કર્યું

Charotar Sandesh