Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

તા.૧૦મીના રોજ શહેર-તાલુકાના આ કેટલાંક માર્ગો પર વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ, જુઓ વિગત

માર્ગો પર વાહનો

વાહનચાલકોએ આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે

આણંદ :  આગામી તા. ૧૦મીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM narendra modi) વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદના કરમસદ શકિતનગર હેલીપેડ ખાતે હેલિકોપ્ટર મારફતે પધારી રોડ માર્ગે નીકળી શાસ્ત્રી મેદાન, વિદ્યાનગર ખાતે જાહેરસભાને સંબોધન કરશે. 

તા.૧૦મીના રોજ સવારના ૬ થી બપોરના ૪-૦૦ દરમિયાન વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM narendra modi) સહિત મહાનુભાવોના કાર્યક્ર દરમિયાન ટ્રાફિક નિયમન જળવાઇ રહે તથા સુરક્ષાની દ્રષ્ટિએ આણંદ શહેર-તાલુકાના કેટલાંક માર્ગો તા. ૧૦/૧૦/૨૦૨૨ના રોજ સવારના ૬-૦૦ થી બપોરના ૪-૦૦ કલાક સુધી વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આણંદના જિલ્લા મેજિસ્ટ્રેટ એમ. વાય. દક્ષિણીએ કાયદાકીય મળેલ સત્તાની રૂઇએ વાહનોની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી વૈકલ્પિક માર્ગ જાહેર કરેલ છે જેનો વાહનચાલકોએ ઉપયોગ કરવાનો રહેશે.

તદ્અનુસાર કરમસદથી વિદ્યાનગર તરફ જવા-આવવાના રોડ બંધ રહેશે તેના બદલે આ રોડ પરથી પસાર થતાં વાહનચાલકો કરમસદ રામદેવપીર ચોકડીથી તિરૂપતી પેટ્રોલપંપ ચાર રસ્તા થઇ જનતા ચોકડી એલીકોન ચાર રસ્તાથી વિદ્યાનગર-આણંદ તરફ જઇ શકશે. આજ રીતે જનતા ચોકડીથી વિદ્યાનગર તરફ જવા-આવવાનો રોડ બંધ રહેતા આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો તારાપુરથી વિદ્યાનગર જતા વાહનો જનતા ચોકડી એલીકોન ચાર રસ્તાથી એ.પી.સી. સર્કલ ચાર રસ્તા થઇ કેન્દ્રીય વિદ્યાલય સ્ટાફ કવાર્ટસ થઇ વિદ્યાનગર તરફ જશે તેમજ સંકેત ચાર રસ્તા થઇ વિદ્યાનગર તરફ જઇ શકશે.

આણંદ-વિદ્યાનગર રોડ એ.પી.સી. સર્કલથી વિદ્યાનગર તરફ જવા-આવવાનો રોડ બંધ રહેશે તેના બદલે વાહનચાલકો એ.પી.સી. સર્કલ થી કેન્દ્રીય વિદ્યાલય, યુનિવર્સિટી સ્ટાફ કવાર્ટસ થઇ વિદ્યાનગર જઇ શકશે જયારે બાકરોલ ત્રિકોણિયા બાગ થી વિદ્યાનગર તરફ જવા-આવવાનો રોડ બંધ રહેશે તેના બદલે વાહનચાલકો બાકરોલ ત્રિકોણિયા બાગ થી સંકેતા ચાર રસ્તા થઇ નવા રોડ થઇ કેન્દ્રીય વિદ્યાલય, યુનિવર્સિટી સ્ટાફ કવાર્ટસ થઇ વિદ્યાનગર જઇ શકે.

આ પ્રતિબંધ સરકારી વાહનો, એમ્બ્યુલન્સ વાન તથા ફાયરબ્રિગેડના વાહનોને લાગુ પડશે નહીં. જયારે આ હુકમનો ભંગ કરનાર કાયદાકીય જોગવાઇઓને આધીન શિક્ષાને પાત્ર થશે.

Other News : વિદ્યાનગરમાં ૧૦મી તારીખે પીએમ મોદીની સભાને લઈ શાળાઓમાં રજા : પરીક્ષાની તારીખો ચેન્જ કરાઈ

Related posts

રાજ્યમાં આજે નવા 3794 કેસ : 8734 દર્દીઓ સાજા પણ થયા : આણંદમાં 125, ખેડા જિલ્લામાં 85

Charotar Sandesh

આણંદની બંધન બેંકમાં રિવોલ્વરની અણીએ સવા કરોડથી પણ વધુની સનસનીખેજ લૂંટ : પોલીસ તપાસ શરૂ…

Charotar Sandesh

ભારતીય નાગરીકત્વ ધરાવતા ઈસમને ગેરકાયદેસર રીતે બનાવેલ પોર્ટુગીઝ પાસપોર્ટ સાથે પકડી પાડતી SOG આણંદ

Charotar Sandesh