Charotar Sandesh
ગુજરાત

પાણીપુરીના મહિના પહેલા લીધેલા સેમ્પલમાંથી ૩ સેમ્પલ ખરાબ : તંત્ર દોડતુ થયું

પાણીપુરીની લારીઓ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં બે વર્ષ પહેલા મ્યુનિ. દ્વારા તમામ પાણીપુરી ચાલકો સામે તવાઇ લાવવામાં આવી હતી, જોકે તે બાદ સમગ્ર અભિયાન ફરીથી ઠંડુ પાડી દેવાયું હતું.

જોકે હજુ પણ શહેરમાં પાણીપુરીનું પાણી બિન આરોગ્યપ્રદ અને જોખમી હોવાનું અવારનવાર તપાસમાં બહાર આવે છે

મ્યુનિ. દ્વારા ગયા મહિને લીધેલા અલગ અલગ સેમ્પલમાં પાણીપુરીના પાણીના ૩ નમૂના બિન આરોગ્યપ્રદ હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાણીની બોટલના બે સેમ્પલ પણ બિનઆરોગ્યપ્રદ હોવાનું સામે આવ્યું છે.

ગયા મહિને રાજ્યભરમાં પાણીપુરીની લારીઓ પર દરોડા પાડીને સેમ્પલ લેવામાં આવ્યા હતા અને અખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો. સરકારની આ કાર્યવાહી બાદ મ્યુનિ.એ પણ પાણીપુરીના સંચાલકો સામે તપાસ હાથ ધરી હતી. જેમા ૩૧ જુલાઇએ લીધેલા પાણીપુરીના પાણીના ૩ સેમ્પલ બિન આરોગ્યપ્રદ આવ્યા છે.

Other News : મોબાઈલ ગેમ રમવા બાબતે ઠપકો આપતા ૧૭ વર્ષના પુત્રએ પિતાની હત્યા કરી

Related posts

રાજ્યમાં 54 નવા કેસ, 2ના મોત, કુલ પોઝિટિવ કેસ 316 થયા, અમદાવાદમાં ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ…

Charotar Sandesh

કચ્છમાં સમીક્ષા કરવા ગયેલા મંત્રી કુંવરજી બાવળીયા AC કારમાંથી નીચે જ ના ઉતર્યા

Charotar Sandesh

કોરોના રસી માટે ૧૫૦૦૦ હેલ્થ વર્કર્સની યાદી બનાવવાનું કામ કરાયું શરૂ…

Charotar Sandesh