Charotar Sandesh
ઈન્ડિયા

સતત સાતમા દિવસે સંસદ ઠપ્પ : વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું

પીએમ મોદી
ભાજપ સંસદીય દળની બેઠકમાં મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
આઝાદીની ૭૫મી વર્ષગાંઠ માટેનો રોડમેપ રજૂ કરાયોઃ ૭૫ ગામડાઓમાં ૭૫ કલાક વિતાવવા સાંસદોને મોદીએ અનુરોધ કર્યો

ન્યુ દિલ્હી : ૧૯ જુલાઇ એટલે કે સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. આજે સતત સાતમા દિવસે વિપક્ષના હોબાળા વચ્ચે સંસદની કામગીરી ઠપ્પ રહી હતી તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારના બીજેપી સંસદીય દળની બેઠકમાં કૉંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું કે, કૉંગ્રેસ ના તો સદન ચાલવા દઈ રહી છે અને ના ચર્ચામાં ભાગ લઈ રહી છે. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે, કોવિડ-૧૯ પર જ્યારે બેઠક બોલાવવામાં આવી ત્યારે કૉંગ્રેસે બહિષ્કાર પણ કર્યો અને અન્ય દળોને આવતા પણ રોક્યા. બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ બીજેપી સાંસદોને સલાહ આપતા કહ્યું કે, વિપક્ષ- ખાસ કરીને કૉંગ્રેસના આ કામને જનતાની સામે એક્સપોઝ કરો.

દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ સદન ચાલવા દેતી નથી કે ચર્ચા પણ થવા દેતી નથી, કોંગ્રેસના આ કામને જનતાની સામે એક્સપોઝ કરો

પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે, “૧૬ ઑગષ્ટ બાદ તમે તમામ પોત-પોતાના ક્ષેત્રોમાં જાઓ અને સરકારની ૮ યોજનાઓ વિશે જાણકારી આપો. આ સાથે જ ૭૫ વર્ષથી જે થઈ રહ્યો છે તેને લઇને આગામી ૨૫ વર્ષ માટે લોકોની વચ્ચે જાગૃતતા ફેલાવો.” કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, “આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર ૨-૨ના જૂથમાં ૭૫ ગામોમાં જાઓ અને ત્યાં ૭૫ કલાક રોકાઓ. લોકોની વચ્ચે ગામમાં દેશની ઉપલબ્ધીઓ અને દેશની આઝાદી સહિત તમામ ચીજો વિશે જણાવો.”

પીએમ મોદીએ કહ્યું કે, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાનો કાર્યક્રમ સરકારી બનીને ના રહી જાય. આ કાર્યક્રમમાં દેશના જન-જનની ભાગેદારી હોય. આ સાથે પીએમ મોદીએ બીજેપી સાંસદોને કહ્યું છે કે, તેઓ લોકોની વચ્ચે વિપક્ષને એક્સપોઝ કરે. ખાસ કરીને કૉંગ્રેસને. તેમણે કહ્યું કે, તમે લોકોને જણાવો કે કેવી રીતે કૉંગ્રેસ પાર્ટી બેઠકમાં સામેલ થાય છે અને તેનો બહિષ્કાર કરે છે અને સંસદ પણ ચાલવા દેતી નથી.

Other News : કૃષિ કાયદાઓના વિરોધમાં રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવી સંસદ પહોંચ્યા

Related posts

રંગેચંગે થશે ગંગા પૂજા,મીની ઇનિડયા વારાણસી,જુલૂસમાં હશે કમળ રથ ૨૬ એપ્રિલે વારાણસીમાં ૫ લાખની જનમેદની સાથે મોદી ભરશે ઉમેદવારી પત્રક

Charotar Sandesh

ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં બસ-ટ્રક વચ્ચે અકસ્માત : ૧૦ લોકોના મોત…

Charotar Sandesh

ધનિક ગૌતમ અદાણીને મોટું નુકસાન : એશિયાના સૌથી ધનવાન વ્યક્તિમાં ત્રીજા ક્રમે પહોંચ્યા…

Charotar Sandesh