Charotar Sandesh
ઈન્ડિયા

પેટ્રોલ-ડીઝલમાં સતત બીજા દિવસે આગ લાગી : પેટ્રોલમાં હજુ ૧૪.૪૦ રૂપિયા વધશે તેવી સંભાવના

પેટ્રોલ petrol અને ડીઝલ diesel ના ભાવ

ન્યુ દિલ્હી : પેટ્રોલ petrol અને ડીઝલ dieselના ભાવમાં સતત બીજા દિવસે ભાવ વધારો ઝીંકાયો છે, પહેલા દિવસે પેટ્રોલમાં ૦.૮૦ પૈસાનો વધારો જ્યારે ડીઝલમાં ૦.૮૨ પૈસાનો વધારો કરાયો હતો. ત્યારે બુધવારે દિલ્હીના પેટ્રોલ પંપ પર પેટ્રોલની કિંમત ૯૭.૦૧ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ ૬૨ ડોલરની આસપાસ હતી, જે હાલમાં ૧૧૬ ડોલરની આસપાસ છે તે મુજબ દેશમાં પેટ્રોલ petrol અને ડીઝલ dieselના ભાવમાં ૧૪.૪૦ રૂપિયાનો વધારો થઈ શકે છે

સતત બે દિવસમાં પેટ્રોલ petrol અને ડીઝલ dieselના ભાવમાં ૧.૬૦ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા ચાલી રહી છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.

યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધને પગલે ક્રુડના ભાવ કુત્રિમ રીતે અતિ ઉંચાઈએ પહોંચ્યા હતા અને બાદમાં થોડા નીચે પણ આવ્યા છે. જો કે ઈંધણનો ભાવ સ્થિર રહ્યા તે સમય દરમિયાન ખાદ્યતેલ, લોખંડ સહિતની ધાતુ, બાંધકામ મટીરીયલ્સ, મસાલા, ઘઉં, રાંધણ ગેસ સહિત અનેક ચીજ વસ્તુઓમાં ભાવ વધારો યથાવત રહ્યો છે.

Other News : આણંદના મનરેગાના ૧૨ હજાર શ્રમિકોને ૩ મહિનાથી પગાર ન ચુકવાતા આક્રોશ : ધારાસભ્ય અમિત ચાવડાએ પ્રશ્ન ઉઠાવ્યો

Related posts

મોદી જન્મથી ઓબીસી હોત તો આરએસએસ ક્્યારેય પીએમ ના બનવા દેતઃ માયાવતી

Charotar Sandesh

મુંબઈમાં એક સપ્તાહ માટે કલમ-૧૪૪ લાગુ, ધરણાં અને રેલી પર પ્રતિબંધ…

Charotar Sandesh

આવતીકાલે દેશભરમાં બેન્ક કર્મીઓની હડતાળ : ૩૦,૦૦૦ કર્મચારી જોડાશે…

Charotar Sandesh