Charotar Sandesh
ગુજરાત

PM નરેન્દ્ર મોદી આગામી 18 થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે

PM નરેન્દ્ર મોદી

PM દાહોદ ખાતે આદિજાતિ મહાસંમલેનમાં ઉપસ્થિત રહેશે અને અંદાજે રૂપિયા 22,000 કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે

નવીદિલ્હી : PM નરેન્દ્ર મોદી આગામી 18 થી 20 એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. 18 એપ્રિલના રોજ સાંજે લગભગ 6 વાગ્યે પ્રધાનમંત્રી શ્રી મોદી ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. 19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે તેઓ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે.

ત્યારપછી, લગભગ 3:30 કલાકે તેઓ જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. 20 એપ્રિલના રોજ સવારે લગભગ 10:30 વાગે પ્રધાનમંત્રી ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ, બપોરે લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી ગાંધીનગર ખાતે શાળાઓ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી 20 એપ્રિલના રોજ બપોરે લગભગ 3:30 કલાકે દાહોદ ખાતે આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે જ્યાં તેઓ અંદાજે રૂપિયા 22,000 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે. આ સંમેલનમાં 2 લાખ કરતાં વધારે લોકો ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા છે.

Advocate Mukesh Danak – Mo. 72260 11144

Other News : PM નરેન્દ્ર મોદીએ અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના શિક્ષણ સંકુલનું ઉદ્ઘાટન વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું

Related posts

મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણને લઈને સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે મહત્વનો નિર્ણય લીધો

Charotar Sandesh

કોરોનાની દવા ફાવિપિરાવિરનું અમદાવાદમાં સફળ પરીક્ષણ : ૫-૬ દિવસમાં સાજા થયા દર્દીઓ…

Charotar Sandesh

૨૫૨ બાર એસોસિએશનની ચૂંટણી ૨૧મી ડિસેમ્બરે જ યોજાશે…

Charotar Sandesh