Charotar Sandesh
ગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલના શપથ વિધિની તૈયારીઓ પૂર્ણ, આજે કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહેશે

ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત બાદ ભાજપે નવી સરકારની રચના કરશે. શાનદાર જીત બાદ નવી સરકારની શપથ વિધિ એક મેગા શો બની રહે તે માટે આયોજન કરાયું છે. નવી સરકારની શપથ વિધિની શાહી તૈયારી ગાંધીનગરમાં શરૂ કરાઈ છે, હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે હજારોની સંખ્યામાં કાર્યકરો હાજર રહે એ પ્રકારની બેઠક વ્યવસ્થા ઉભી કરાશે. તો શપથવિધિ કાર્યક્રમ દરમિયાન કુલ ૩ અલગ અલગ મોટા મંચ બનાવાયા છે.

આ શપથવિધિ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય પ્રધાન સહિત અન્ય રાજ્યના મુખ્યપ્રધાનો હાજર રહેવાના હોવાથી વિશેષ તૈયારી કરવામાં આવી રહી છે

તો બીજી તરફ મોટી સંખ્યામાં શપથવિધિ સમારંભમાં અન્ય રાજ્યમાંથી પણ મહેમાનો ઉપસ્થિત રહેવાના હોવાથી બેઠક વ્યવસ્થાનું અલગ આયોજન કરાયુ છે. કુલ ૮ તબક્કામાં બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં સાંસદો, વિજેતા ધારાસભ્યો, ઝ્રસ્ના મહેમાનો, ઉદ્યોગપતિ, કલાકારો, સંતો, વીવીઆઈપી અને સામાન્ય જનતા બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

જેમાં એક મંચ પર રાજ્યપાલ, નવા CM, નિયુક્ત મંત્રીમંડળના સભ્યો બેસશે. જ્યારે બીજા મંચ પર વડાપ્રધાન, કેન્દ્રીય પ્રધાન અને અન્ય રાજ્યના CM બેસે એવી વ્યવસ્થા ઉભી કરાશે.એટલું જ નહીં ત્રીજા મંચ પર સાધુ-સંતો માટે પણ ખાસ વ્યવસ્થા કરાઇ છે.

Other News : ભાજપે નવી સરકાર રચવાની તૈયારી શરૂ કરી : ગુજરાતમાં સંભવિત મંત્રી મંડળ, જુઓ

Related posts

આણંદ-ખેડા જિલ્લાની ૧પ૦ કોલેજોમાં ઓનલાઇન પ્રવેશ પ્રકિયા આરંભાશે

Charotar Sandesh

ઉકાઈમાંથી સતત ત્રીજા દિવસે પાણી છોડાયું, ડેમના ૧૩ દરવાજા ૮.૫ ફૂટ ખોલાયા…

Charotar Sandesh

ગુજરાતમાં અંતે વિકાસનો વિજય થશે : કેન્દ્રીયમંત્રી અમિત શાહ

Charotar Sandesh