Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ જિલ્લાની સ્કૂલો-કોલેજો-ટયુશન કલાસીસની આસપાસના ૫૦ મીટરમા કારણ વગર ઉભા રહેવા કે બેસવા પર પ્રતિબંધ

સ્કૂલો-કોલેજો

આણંદ : અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર. એસ. દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા આણંદ જિલ્લામાં આવેલ તમામ નર્સરી સ્કૂલો/સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલોની આસપાસના ૫૦ મીટર સુધીના જાહેર માર્ગ ઉપર કોઇપણ પુરૂષ/પુરૂષોએ વ્યાજબી કારણ વગર વાહન સાથે અથવા વાહન વગર ઉભા રહેવા કે બેસવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ હુકમ નર્સરી સ્કુલો/સ્કુલો/કોલેજો/ટયુશન કલાસીસ તથા મહીલા હોસ્ટેલ ખાતે આવતા વિદ્યાર્થીઓ, તેમને છોડવા તથા લેવા માટે આવતા વાલીઓ તથા ઓટો/વાન માલિકો-ડ્રાઇવરો (જેમની પાસે ઓળખપત્ર હોય તેવા જ), તેમજ વ્યાજબી કામથી આવતા વિદ્યાર્થીઓ તથા વાલીઓને લાગુ પડશે નહીં.

આ હુકમ તા.૧૩/૨/૨૦૨૪ સુધી અમલમાં રહેશે, તેમજ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

Other News : વડતાલધામમાં ૭૭મા સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી : પરિસર રાષ્ટ્રભક્તિથી દીપી ઉઠ્યુ

Related posts

આણંદ જિલ્લા-આયોજન મંડળની બેઠક યોજાઈ : ૮ તાલુકાઓ માટે રૂા.૮૯૭.૦૭ લાખના ૭૪૨ કામો મંજૂર કરાયા

Charotar Sandesh

આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૭મો પદવીદાન સમારોહ સંપન્ન…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં  ૫.૩૮ લાખ આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરાયા : જાણો તે યોજનાના લાભો

Charotar Sandesh