Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ શહેરમાં ડ્રેઇનની કામગીરીને પગલે કેટલાક માર્ગો ડાયવર્ટ કરાયા, જુઓ વિગત

ડ્રેઇનની કામગીરી

આણંદ : આણંદ-વિદ્યાનગર Road પર ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને ધ્યાને લઈ પાણીના નિકાલ માટે અમૃત યોજના અંતર્ગત ડ્રેઇનની કામગીરી કરવા પિઝા હટ પાસેથી દાંડીમાર્ગ ક્રોસ થતો રોડ બંધ રાખવા તથા તે રસ્તા પરના વાહનોને Divert કરવા જરૂરી હોઈ આણંદના અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ આર.એસ. દેસાઈએ એક જાહેરનામા દ્વારા શહેરના કેટલાક માર્ગોને ડાયવર્ટ કરવા હુકમ ફરમાવ્યો છે.

આ જાહેરનામા મુજબ ગ્રીડ ચોકડીથી બોરસદ ચોકડી તરફ તેમજ વિદ્યાનગર રોડ પર જવા માટે જુના સંકેતની બાજુમાંથી ફ્રેન્ડસ કોલોની થઇ તેજલ કોમ્પલેક્ષ તરફ, ITI કોલેજની બાજુમાંથી પ્રાર્થના વિહાર તરફ તથા ગ્રીડ ચોકડથી જે.કે.આનંદ થઇ ૮૦ ફુટ રોડ થઇ Big bazar રોડ તરફ જઈ શકાશે

તેવી જ રીતે બોરસદ ચોકડીથી ગ્રીડ થઇ નવા બસ સ્ટેશન તરફ જવા માટે વિદ્યાનગર રોડથી ઝવેરાત શોરૂમ થઇ જુના સંકેત તરફ, પ્રાર્થના વિહારથી સાંઇબાબા મંદિર થઇ ધનલક્ષ્મી ટાવર તરફ તથા બિગ બજાર રોડથી ૮૦ ફુટ રોડ થઇ જે.કે. આનંદ તરફ જઈ શકાશે. આ ઉપરાંત વિદ્યાનગર રોડથી ગ્રીડ ચોકડી, નવા બસ સ્ટેશન તેમજ ભાલેજ રોડ તરફ જવા માટે એ.પી.સી. સર્કલથી રાજમાર્ગ થઇ જે.કે. આનંદ તરફ તથા બિગ-બજાર રોડથી ૮૦ ફુટ રોડ થઇ જે. કે. આનંદ તરફ જઈ શકાશે. આ જાહેરનામાના ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Image Source : Google

Other News : ઘાયલ પક્ષી દેખાય તો નિઃશુલ્ક એનિમલ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ ઉપર સંપર્ક કરવા જાહેર જનતાને અનુરોધ

Related posts

આણંદ જિલ્લામાં કોરોના હાંફ્યો : આજે ૫૧ કેસો નોંધાયા, સામે સાજા થનારાઓની સંખ્યા વધુ…

Charotar Sandesh

નાવલી રિસોર્સ રૂમ ખાતે ૩૦ જેટલા દિવ્યાંગ બાળકો અને વાલીઓ સાથે જન્મદિનની અનોખી ઉજવણી

Charotar Sandesh

આણંદના કરમસદ ખાતે ચાર જિલ્લાના ખેડૂતોના સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

Charotar Sandesh