Charotar Sandesh
ગુજરાત

ચરોતર સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા હવે પોલીસ એક્શન મોડમાં, હવે SOPનો કડકથી અમલ કરાશે

પોલીસ એક્શન મોડમાં

ગાંધીનગર : જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદીન વધી રહ્યું છે, ત્યારે સરકારી અનુશાસન અને કોરોના ગાઈડલાઈનને અતિક્રમી થતા લગ્ન સમારંભો, ડાયરા, સામાજિક, રાજકીય કાર્યક્રમોનો સતત વધતી જતી સંખ્યા કોરોના સંક્રમણને બળ પૂરું પાડી રહી હોય તેવું લાગી રહ્યુ છે.

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે હવે સરકાર દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. તેની સાથે હવે ગુજરાત પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસને નાઇટ કર્ફ્યૂ, માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકાઈથી પાલન કરાવવા આદેશ અપાયો છે. એવામાં હવે કામ વિના રાત્રે ઘરની બહાર નીકળનાતા તથા માસ્ક વિના ફરતા લોકોની ખેર નહીં રહે.

રાજ્યના પોલીસ વડા સહિત અને પોલીસ જવાનો કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમિત થયા છે જે આંકડો પંદરસો પાર કરી ગયો છે

ગુજરાત પોલીસના વડા આશિષ ભાટિયાએ આજે સમગ્ર રાજ્યની પોલીસને માસ્ક અને ગાઈડલાઈનના નિયમોનું કડક પાલન કરવા માટે સુચના આપી દીધી છે. તેની સાથે દરેક જિલ્લા એસપી અને શહેરોના પોલીસ કમિશનરને વધુમાં વધુ માસ્ક સંબંધિત કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. આગામી દિવસોમાં હજી કોરોનાના કેસ વધે નહીં તે માટે સરકારના પગલાંને પોલીસ દ્વારા આવકાર આપવામાં આવી રહ્યો છે. ગુજરાત પોલીસ હવે ફરી એક વખત ફ્રન્ટલાઈનર્સની ભૂમિકામાં આવી ગઈ છે.

Other News : બોરસદમાં પતિએ જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી : પોલીસે પતિ સહિત સાત સાસરિયા સામે ગુનો નોંધ્યો

Related posts

એલર્ટ / મહેસાણાના સતલાસણા સુધી તીડનું ઝૂંડ પહોંચી ગયું… ખેડૂતોમાં અફડાતફડી મચી…

Charotar Sandesh

કોંગ્રેસ નેતા ભરતસિંહ ફરી વિવાદમાં : રૂપાળી ૨૪ વર્ષીય યુવતી મામલે હોબાળો થયો : નવો વિડીયો વાયરલ

Charotar Sandesh

સમગ્ર દેશમાં ડોકટરના મોત મામલે ગુજરાત બીજા નંબરે…

Charotar Sandesh