Charotar Sandesh
આર્ટિકલ ઈન્ટરેસ્ટિંગ ઈન્ટરેસ્ટિંગ યૂથ ઝોન

Sunday is Funday : રવિવારની રજાનો દિવસ એ સૌને ખૂબ જ પ્રિય હોય છે : વાંચો આર્ટિકલ

રવિવારની રજા

રવિવાર શબ્દ સાંભળતાં જ આપણે હાશ અનુભવીએ છીએ. આપણે સૌ અઠવાડિયાના આ પ્રિય દિવસની રાહ જોઈએ છીએ. આ રજાનો દિવસ એટલે શાળાએ જતા બાળકોને જાણે ખુશાલીનો દિવસ હોય છે. રજા હોય એટલે બાળક સવારથી સાંજ સુધી આનંદિત થઈ જાય છે.
બાળકોને તહેવારો તેમજ વેકેશનની રજા હોય તેના કરતાં દરેક અઠવાડિયામાં આવતાં આ રવિવારની મજા કંઈક અલગ જ હોય છે.

રવિવારનો દિવસ એટલે જાણે હળવાશનો દિવસ બની રહે છે. આપણે જોયું હશે કે સવારે બાળકને તેની મમ્મી પથારીમાંથી ઉઠાડે ત્યારે બાળક બોલી ઊઠે છે. ઓ.. મમ્મી સુવા દે ને આજે તો રવિવાર છે.આખા અઠવાડીયાનો થાક ઉતારી આરામ ફરમાવતુ જોવા મળે છે.
શાળાએ જતાં બાળકો રવિવારના દિવસે તણાવમુક્ત બની જાય છે.

આ રવિવારની રજાનો દિવસ માત્ર બાળકનો જ નહીં પણ તમામ કર્મચારીઓનો માટે આ ગમતો દિવસ બની રહે છે

શનિવારથી જ કર્મચારીઓ આ રવિવારના દિવસનું આયોજન કરી દે છે. આ રજાની મજા માણવા પરિવાર સભ્યો ભેગા મળી સાથે ફરવા, જમવાનુ આયોજન કરતાં હોય છે. પોતાના રહેઠાણથી આસપાસના નજીકના સ્થળે જેમકે બગીચા, વોટરપાર્ક, પ્રાકૃતિક સ્થળો, મંદિરો, થિયેટર, રમતગમતના મેદાનમાં વિગેરે સ્થળોએ જઇ ખૂબ જ આનંદ અનુભવે છે. સાંજના સમયે બાળકો, મહિલાઓ પાણીપુરી, સેવ ઉસળ, વડાપાંઉ,મન્ચૂરીયન, દાબેલી, પફ, બર્ગર, પીઝા ખાવા માટે નાસ્તાહાઉસમાં ભારે ભીડ જોવા મળે છે.

રવિવાર સૌને મળવાનો, ફરવાનો, જમવાનો આનંદ ઉલ્લાસનો દિવસ બની જાય છે. રવિવારની સાંજ પડતા જ સૌ બોલી ઊઠે છે અરે.. આજે તો દિવસ પસાર થઈ ગયો કંઈ ખબર જ ના પડી..હો …

આપણને ઘણીવાર આ અનુભવ થયો હશે કે રવિવારના સાંજે બગીચામાં રમતાં બાળકો એટલાં બધા ખુશખુશાલ અને આનંદિત હોય છે કે એને વારંવાર ઘરે જવા માટે કહીએ તો પણ તૈયાર થતા નથી… ખરૂને..!!

રવિવાર એ રવિવાર છે બીજો કોઈ વાર તેનું સ્થાન ક્યારેય પણ લઈ શકે નહિં. હંમેશાં આપણે રવિવારની ઈંતજારમાં હોઈએ છીએ કે કયારે રવિવાર આવે?

Sunday is Funday

Other News : આણંદ જિલ્લામાં  ૫.૩૮ લાખ આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરાયા : જાણો તે યોજનાના લાભો

Related posts

વિશ્વમાં એવું કોઈ બીજું બખ્તર નથી કે જે પિતાની હાજરી ને અતિક્રમી શકે છે…

Charotar Sandesh

ગાંધીજી અને શિક્ષણ : “મહામારીના સંદર્ભમાં શિક્ષણ અંગેના ગાંધીજીના વિચારો…”

Charotar Sandesh

આજે “રક્ષાબંધન – બળેવ – રક્ષારૂણી પૂનમ – નાળીયેરી પૂનમ”

Charotar Sandesh