Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

તંત્ર મોડું મોડું જાગ્યું : આણંદ જિલ્‍લામાં ડામર મેટલ-ડામર-પેવર પેચવર્ક સહીતની કામગીરી પૂરજોશમાં

માર્ગ-મકાન વિભાગ

આણંદ : રાજ્ય સરકાર દ્વારા તા.૧ લી થી તા.૧૦ મી ઓક્ટોબર,૨૦૨૧ સુધી “માર્ગ મરામત મહાઅભિયાન” હેઠળ ચોમાસાના વરસાદના લીધે રસ્તામાં ખાડા પડી ગયા હોય તેવા ડામર રસ્તાના પેચવર્ક કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

સમગ્ર ચોમાસા દરમિયાન આણંદ જિલ્‍લામાં રાજય માર્ગ-મકાન વિભાગ હસ્‍તકના કુલ ૧૦૧૭.૯૩ કિ.મી. લંબાઇના રાજય ધોરી માર્ગ, મુખ્‍ય જિલ્‍લા માર્ગ, અન્‍ય જિલ્‍લા માર્ગ સહિતના રસ્‍તાઓ આવેલા છે. આ રસ્‍તાઓ પૈકી ચોમાસાની ઋતુ દરમિયાન આશરે ૨૫૦.૦૦ કિ.મી.ની લંબાઇના રસ્‍તાઓ ક્ષતિગ્રસ્‍ત થવા પામ્‍યા છે. જિલ્‍લામાં આ ક્ષતિગ્રસ્‍ત થવા પામેલ માર્ગોના મરામતની કામગીરી આણંદ જિલ્‍લાના માર્ગ-મકાન (સ્‍ટેટ) ના કાર્યપાલક ઇજનેર શ્રી એમ. બી. પટેલ તથા નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી પાર્થ શાહના માર્ગદર્શન હેઠળ માર્ગો પર મેટલ, ડમર તથા પેવર પેચ વર્કની કામગીરી યુધ્‍ધના ધોરણે આરંભી દેવામાં આવી છે. જેના કારણે આ ક્ષતિગ્રસ્‍ત થવા પામેલ માર્ગો સુધારણાની કામગીરી પુર્ણતાના આરે છે.

આ અંગેની વિગતો આપતાં નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી પાર્થ શાહે માર્ગ-મકાન વિભાગ દ્વારા માર્ગ મરામત અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્‍લામાંથી માર્ગ મરામત માટે મળેલ ફરિયાદોનો ત્‍વરિત નિકાલ કરવામાં આવતાં જિલ્‍લાની જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ માટે સ્‍થાનિકો દ્વારા સોશિયલ મીડિયા મારફતે પણ માર્ગ-મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીને બિરદાવવાની સાથે મુખ્‍ય મંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને માર્ગ-મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદીનો પણ તેઓ આભાર વ્‍યકત કરી રહ્યા હોવાનું જણાવ્‍યું છે.

Other News : રાજ્યના નગરોમાં માર્ગોની મરામત-રિપેરીંગ-રિસરફેસીંગ માટે તત્કાલ ૭૪ કરોડ રૂપિયા મંજૂર કર્યા

Related posts

પરેશ ધાનાણી બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું રાજીનામું

Charotar Sandesh

પ્રેસ ક્લબ ઓફ ઉમરેઠ દ્વારા રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી…

Charotar Sandesh

ચરોતર ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ પ્રા. વિભાગમાં ધોરણ ૧ થી ૫માં વર્ચુઅલ રક્ષાબંધન પર્વની ઉજવણી

Charotar Sandesh