Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

આગામી મકરસક્રાંતિ પર્વને લઈ તંત્રએ કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા

મકરસક્રાંતિ

આગામી તહેવાર મકરસક્રાંતિને લઈ યુવાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે ઘણા અકસ્માતો પણ સર્જાતા રહે છે, સાથે સાથે કાયદો અને વ્યવસ્થા જોખમાઈ નહીં તે માટે ઉત્તરાયણના દિવસે મોટા અવાજે ડીજે વગાડતા હોય છે, તેમજ લોકો જાહેર માર્ગો ૨સ્તાઓ કે મકાનના ભયજનક ધાબા ઉપર ચડીને પતંગ ઉડાડતા હોય છે અને જાનનું જોખમ ઉભું થતું હોય છે.

આંકલાવ પોલીસે ચાઇનીઝ દોરી સહિત ૩૭ હજારના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપ્યા

જેથી આ બાબતોને ધ્યાને લઈ અધિક મેજીસ્ટ્રેટ કેતકી વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ સમગ્ર આણંદ જિલ્લામાં કોઈ પણ વ્યકિતએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ, રસ્તા, ફુટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાવવા, મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા, પતંગ ઉપ૨ ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવવા, કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાસના બંબુઓ, લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડના કે કોઈપણ ધાતુના તારના લંગર બનાવીને આમતેમ શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ ઉ૫૨ દોડાદોડી કરવા ઉપર તેમજ ટેલીફોન કે ઈલેક્ટ્રીકના તાર ઉપર લોખંડ કે કોઈપણ ધાતુના તા૨, લંગર નાખવા ઉ૫૨ તેમજ તા૨માં ભરાયેલા પતંગ કે દોરી કાઢવા ઉ૫૨, કોઈપણ વ્યકિતઓ દ્વારા જાહેર માર્ગ ઉ૫૨ ઘાસચારાનું વેચાણ કરવા ઉપર તેમજ જાહેર રસ્તા ઉપ૨ ગાયો પશુઓને ઘાસચારો નાખી ટ્રાફીક અવરોધ ઉભો ક૨વા ઉ૫૨ ૨૦મી જાન્યુઆરી સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Related posts

રાજ્યમાં ફરી લોકડાઉન લાદવાની કોઈ યોજના નથી : સીએમ રૂપાણી

Charotar Sandesh

નડિયાદની હોસ્પિટલમાં નાશિક જેવી ઓક્સિજન લીકની ઘટનાની અફવા ફેલાઈ…

Charotar Sandesh

આણંદ ખાતે તા.૧૦મીના રોજ “રન ફોર તિરંગા” રેલી યોજાશે : જિલ્લાના નાગરિકોને જોડાવા અપીલ કરાઈ

Charotar Sandesh