Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના બાળકો એ નેશનલ ડાન્સ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી

પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ

આણંદ : તા-૧૩-૫-૨૨ થી તા-૧૫-૫-૨૨ સુધી “૯ મી નેશનલ ડાન્સ એન્ડ મ્યુઝિક ચેમ્પિયનશિપ-ગોવા ખાતે યોજાયેલ હતી.જેમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત રાજ્યો તથા દિવ અને ગોવા કેન્દ્રશાસિત પ્રદેશો એ ભાગ લીધો હતો.

જેમાં “ઓલ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ એસોસિયેશન -ગુજરાત”દ્રારા “પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ-ઉમરેઠ ” ના ૧૫ સ્પર્ધકોએ ડાન્સ કોમ્પિટીશન માં પ્રતિનિધિત્વ કરીને ૬ ગોલ્ડ મેડલ તથા ૪ સિલ્વર મેડલ મેળવીને ગુજરાત રાજ્ય ના નડિયાદ રેલ્વે સ્ટેશન પર મૈત્રી સંસ્થા-નડિયાદ ના ડાયરેક્ટર મેહુલભાઈ પરમાર તથા અશોકભાઈ ઠક્કર તથા વિઝન એજ્યુકેશન ગ્રૂપ -નડિયાદ ના ટ્રસ્ટી શ્રી જીગ્નેશભાઈ, પ્રવિણભાઇ, ધમેશભાઈ તથા પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ-ઉમરેઠ ના ટ્રસ્ટી શ્રી વજેસિંહ,પિનલભાઈ, જીગ્નેશભાઈ દ્રારા ગુજરાત રાજ્ય ના સ્પર્ધકો ને પુષ્પહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

આણંદ જીલ્લાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ (બકાભાઈ) દ્રારા ગુજરાત રાજ્ય ના દરેક સ્પર્ધકોને શાબ્દિક શુભેચ્છાઓ પાઠવી

જેના અનુસંધાનમાં આણંદ જિલ્લાનું તથા ગુજરાત રાજ્ય નું ગૌરવ વધાર્યું છે.તે બદલ આણંદ જીલ્લાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ (બકાભાઈ) દ્રારા ગુજરાત રાજ્ય ના દરેક સ્પર્ધકોને શાબ્દિક શુભેચ્છાઓ પાઠવીને આ સ્પર્ધકોને આગળ જવા તેમના તરફથી દરેક મદદ કરશે તેવા આશીર્વચન આપીને અભિનંદન પાઠવ્યા હતા.

Other News : સાંસદ મિતેષભાઈ પટેલ અમેરિકાના સફળ પ્રવાસ બાદ આણંદ પરત ફરતા અગ્રણી આગેવાનોએ સ્વાગત કર્યું

Related posts

ચરોતર ઈંગ્લીસ મીડીયમ સ્કૂલમાં વૈદિક ગણિત શીખવવા માટે ઓનલાઇન આયોજન

Charotar Sandesh

CM ભૂપેન્દ્ર પટેલે બોરસદ તાલુકામાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની સંપૂર્ણ વિગતો મેળવી

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયત ચુંટણીને લઈ પોલિસ સ્ટેશનમાં ૫૦ ટકા હથિયારો કબજે લેવાયા

Charotar Sandesh