Charotar Sandesh
ગુજરાત

આર.ટી.ઓ.ની કામગીરી હવે ગ્રામ પંચાયતથી પણ શરૂ થશે

આર.ટી.ઓ.ની કામગીરી

રાજકોટ : આર.ટી.ઓ.ની કામગીરી ઓનલાઈન કરવામાં શહેરમાં પછાત વિસ્તારો, ઝુપડપટ્ટી વિસ્તારોમાં લોકોને મૂશ્કેલી પડતી હોય છે પરંતુ, શહેરમાં હજુ સુધી તે માટે કોઈ હેલ્પ સેન્ટર શરૂ કરાયા નથી. રાજકોટ સહિત આર.ટી.ઓ.માં હવે લર્નિંગ પછી પાકુ લાયસન્સ મેળવવા માટે ડ્રાઈવીંગ ટેસ્ટ બે શીફ્ટમાં એટલે કે સવારે ૬થી ૨, અને ૨થી ૧૦ દરમિયાન કામગીરી શરૂ કરાતા વેઈટીંગ રહ્યું નથી.

સૂત્રો અનુસાર રાજકોટમાં ટુ વ્હીલર માટે ૨૫ ટાઈમ સ્લોટમાં રોજ ૩૭૫ ના અને કાર માટે ૨૧ ટાઈમ સ્લોટમાં ૩૨૦ વાહનચાલકોના ટેસ્ટ લઈ શકાય છે પરંતુ, આ સ્લોટ પૂરો થતો નથી.

ડ્રાઈવીંગ લાયસન્સ રિન્યુઅલ સહિત આર.ટી.ઓ.સંબંધિત ૧૦ પ્રકારની કામગીરી ઓનલાઈન થતી હોય છે

પરંતુ, ગ્રામ્ય વિસ્તારોમાં હજુ તે વ્યવહારૂ પ્રચલિત નથી ત્યારે આગામી તા.૨ ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિથી સૌરાષ્ટ્રના તમામ ગામડાઓ કે જ્યાં ઈ-ગ્રામ સેન્ટર આવેલા છે ત્યાં ી ઓનલાઈન કામગીરી શરૂ થશે તેમ આર.ટી.ઓ.ના સૂત્રોએ જણાવ્યું છે. આ કામગીરીમાં (૧) આર.સી.બૂક,લાયસન્સ ગૂમ થવાના કેસમાં ડુપ્લિકેટ કાઢી આપવા (૨) લર્નિંગ લાયસન્સની અરજી કરીને એપોઈન્ટમેન્ટ મેળવવી (૩) વાહન પરનું ગીરો, હાઈપોથીકેશન રદ કરવું (૪) ડ્રાઈવીંગ લાયસન્સ રિન્યુ કરવું, તેની માહિતી મેળવવી, બેકલોગ, રિપ્લેસ કરવું વગેરે કામગીરી (૫) આર.સી.બૂક સંબંધી માહિતી અને તેના બેકલાગ વગેરે કામગીરી વગેરે કામગીરી ગ્રામ પંચાયત ઈ -ગ્રામ સેન્ટરથી શરૂ કરાવવા આર.ટી.ઓ.કચેરીઓને રાજ્ય સરકાર દ્વારા સૂચના જારી કરાઈ છે.

Other News : ગળતેશ્વર મહાદેવના મંદિરના ઇતિહાસમાં પહેલીવાર શિખર પર ધજા લહેરાઈ

Related posts

અમદાવાદના કણભામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ૪૬ લાખનો દારુ ઝડપી પાડ્યો : પીએસઆઇ સસ્પેન્ડ…

Charotar Sandesh

ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં ૧૦ મંત્રીઓના નામ કપાયા, માત્ર એક મહિલાને સ્થાન, જાણો લિસ્ટ

Charotar Sandesh

સુરતમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ ૯૦ લાખના દાગીનાની લૂંટથી ખળભળાટ…

Charotar Sandesh