Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

નડીયાદમાં ૭ વર્ષીય તાન્યા હત્યા કેસમાં મિત પટેલ સહિત ત્રણ દોષિતોને આજીવન કેદની ફટકારાઈ સજા

તાન્યા હત્યા કેસ

નડીયાદ : ૨૦૧૭માં બનેલ ચકચારી તાન્યા અપહરણ-હત્યા કેસમાં ચુકાદો આવ્યો છે, જેમાં ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં હત્યારા મિત પટેલ, જીગીશા પટેલ, ધ્રુવ પટેલને છેલ્લા શ્વાસ સુધી કેદની સજા થઈ છે, ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કરવામાં આવ્યો છે.

ઘટનાની વિગત જોઈએ તો, તા. ૮ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ માસુમ તાન્યા જ્યારે તેના ઘર પાસે રમી રહી હતી, ત્યારે તેનું અપહરણ કરી બાદમાં હત્યા કરાઈ હતી. દિકરી તાન્યા તેના દાદી સાથે નડિયાદમાં એકલી રહેતી હતી અને તેના માતાપિતા વર્ષોથી લંડનમાં રહેતા હતા, જેમાં રાત્રે ૮ વાગ્યાની આસપાસ તાન્યાનું અપહરણ કરવામાં આવ્યુ હતું.

આરોપીએ અન્ય બેની મદદથી ઘટનાના ૧૫ દિવસ પહેલા જ દિકરી તાન્યાના અપહરણનું કાવતરુ રચી પ્લાન ઘડ્યો હતો

સમગ્ર ઘટનામાં દીકરી તાન્યાના પાડોશી આરોપી મિત પટેલની સંડોવણી સામે આવી હતી. આરોપીએ અન્ય બેની મદદથી ૧૫ દિવસ પહેલા જ દિકરી તાન્યાના અપહરણનું કાવતરુ રચી પ્લાન ઘડ્યો હતો, જે બાદ તાન્યાના માતાપિતા લંડનથી રૂપિયા મોકલતા હતા તે વાતની આરોપીઓને જાણ થઈ હતી, જેને લઈ આરોપીઓએ સમગ્ર પ્લાન બનાવ્યો હતો, તેણે બે મિત્રો કૌશલ પટેલ અને અજય વસાવાની સાથે મળીને પ્લાન બનાવ્યો હતો, જેમાં તેના માતા અને ભાઈની સંડોવણી પણ આ કાવત્રામાં હતી. આરોપી મીત પટેલે તાન્યાનું અપહરણ કરીને તેને આણંદ નજીક લઈ ગયેલ, જે બાદ ઘટનાની વિગતો સોશિયલ મિડીયામાં પ્રશરતા આરોપી મીત ગભરાઈ જતાં વાસદ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં માન્યાને ફેંકી દીધી હતી, આ બાદ તે ઘરે આવી ગયેલ અને સોસાયટીના અન્ય રહીશોની મદદમાં આવીને તાન્યાની શોધખોળમાં મદદગારીનું નાટક કરતો હતો.

જે બાદ પોલીસ તપાસમાં શંકાના આધારે મીત પટેલનો ભાંડો ફુટ્યો હતો, અને અન્ય બે આરોપીઓની સંડોવણી પણ સામે આવતાં ત્રણેય આરોપીઓની અટકાયત કરી ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

Other News : ખંભાતમાં થયેલા તોફાનો અંગે મોટો ખુલાસો, બહારથી લોકોને લાવી કરાવ્યો હતો હુમલો

Related posts

આણંદ ખાતે તા.૧૦મીના રોજ “રન ફોર તિરંગા” રેલી યોજાશે : જિલ્લાના નાગરિકોને જોડાવા અપીલ કરાઈ

Charotar Sandesh

નડિયાદમાં પતંગની દોરીએ એક ૨૫ વર્ષીય યુવતીનો ભોગ લીધો : ચાઈનીઝ દોરીથી ગળું કપાયું

Charotar Sandesh

આણંદ જિલ્લા કક્ષાના મેગાજોબ ફેર યોજાયો

Charotar Sandesh