Charotar Sandesh
ઈન્ડિયા

ગૃહમાં પરંપરાઓ તૂટી, ‘છેલ્લા ૨૪ વર્ષમાં આવું નથી જોયું’ : સરક્ષંણ મંત્રી રાજનાથસિંહ

રાજનાથસિંહ

ન્યુ દિલ્હી : ચોમાસુ સત્રના પહેલા દિવસે વિપક્ષી સાંસદોના વર્તનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુઃખી થયા. લોકસભામાં નવા સાંસદોના શપથ ગ્રહણની સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી. ત્યારબાદ પીએમ મોદી ઉભા થયા અને પોતાના મંત્રીઓનો પરિચય કરાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ હોબાળો શરૂ કરી દીધો. પીએમે કહ્યું કે, તેઓ વિચારીને આવ્યા હતા કે આજે ગૃહમાં ઉત્સાહનો માહોલ હશે, પરંતુ આવું ના થયું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે, તેમણે છેલ્લા ૨૪ વર્ષમાં આવું ક્યારેય નથી જોયું.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષને ઘણું જ સંભળાવ્યું

વિપક્ષી સાંસદોના હોબાળા પર પીએમ મોદીએ કહ્યું કે, “હું વિચારી રહ્યો હતો કે ગૃહમાં ઉત્સાહનું વાતાવરણ હશે, કેમકે ઘણી મોટી સંખ્યામાં આપણી મહિલા સાંસદ, દલિત ભાઈ, આદિવાસી, ખેડૂત પરિવારથી સાંસદોને મંત્રી પરિષદમાં તક મળી. તેમનો પરિચય કરાવવાનો આનંદ હોત, પરંતુ કદાચ દેશના દલિત, મહિલા, ઓબીસી, ખેડૂતોના દીકરા મંત્રી બને એ વાત કેટલાક લોકોને પસંદ નથી આવતી. આ કારણે તેમનો પરિચય પણ ના આપવા દીધો.”

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ વિપક્ષને આડેહાથ લીધું. તેમણે કહ્યું કે, છેલ્લા ૨૪ વર્ષના સંસદીય ઇતિહાસમાં તેમણે ક્યારેય આવું નથી જોયું. રાજનાથે કહ્યું કે, ગૃહમાં પરંપરાઓ તૂટી રહી છે. સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષી સાંસદોને તેમના વર્તન માટે ખરેખરું સંભળાવ્યું.

Related News : ચોમાસું સત્ર : સંસદમાં વિપક્ષની ધમાલ : મોદીને પણ ન સાંભળ્યા

Related posts

હિંસા કરનારાઓનું નામ એફઆઈઆરમાં આવશે તો અગ્નિવીરોને પડશે આ મુશ્કેલી : સેનાની ચેતવણી

Charotar Sandesh

ભારત-કેનેડાના સબંધો વણસ્યા, વિદેશ મંત્રી જયશંકરનો કેનેડા પ્રવાસ રદ…

Charotar Sandesh

સારા સમાચાર : ભારતમાં કોરોનાની વૅક્સીન Covaxin 15 ઓગસ્ટે થઈ શકે છે લૉન્ચ…

Charotar Sandesh