Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત

રીક્ષામાં પેસેન્જરની નજર ચૂકવી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા ભરેલ થેલાની ચોરી કરનાર બે આરોપીઓ ઝડપાયા

રીક્ષામાં પેસેન્જર

CTM ચાર રસ્તા પાસે બહાર ગામથી આવતા પેસેન્જરને ઓટો રીક્ષામાં બેસાડી તેઓની નજર ચુકવી પેસેન્જરના થેલામાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપીયાની ચોરી કરનાર ટોળકીઓ પૈકીના બે આરોપીઓને પકડી પાડતી એલ.સી.બી. ઝોન-૧

અમદાવાદ : શહેરમાં બનતા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ પોલીસ કમિશ્નરશ્રી સંજય શ્રીવાસ્તવ સાહેબના હુકમથી અધિક પોલીસ કમિ. સેકટર-૧ શ્રી નિરજ બડગુજર સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧, શ્રી ડો.લવિના સિન્હા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-૧ પો.સબ.ઈન્સ. શ્રી એચ.એચ.જાડેજા નાઓ સાથેના એલ.સી.બી. ઝોન-૧ પોલીસ સ્ટાફના માણસો સાથે અમદાવાદ શહેરમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ અમદાવાદ શહેર ઝોન-૧ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન સાથેના અ.હે.કો. અરવિંદભાઇ ડાયાભાઇ બ.નં.૪૯૧૭ તથા અ.પો.કો. મોહમદરફીક સિકંદરમીયા બ.નં.૫૫૮ર તથા અ.પો.કોન્સ. માધવકુમાર પોલાભાઇ બ.નં.૮૯૪૦ તથા અ.પો.કો. અમિતસિંહ શિવાભાઇ બ.નં.૪૪૪૧ નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકકીત આધારે આજથી આંઠેક દિવસ પહેલા અમદાવાદ-વડોદરા એક્ષપ્રેસ હાઇવે, CTM ચાર રસ્તા વિસ્તારમાં એક ટોળકીએ ઓટો રીક્ષામાં પેસેન્જર બેસાડી પેસેન્જરની નજર ચુકવી તેમના થેલામાંથી રોકડા રૂપીયા તેમજ સોનાની માળા તથા એક વિટીની ચોરી કરેલ ટોળકી પૈકીના બે આરોપીઓ નં.(૧) અશરફ ઉર્ફે મુન્નો સ/ઓ મોહંમદભાઇ અબુબક્કર શેખ તથા નં.(૨) શાહનવાઝ ઉર્ફે શાનુ સ/ઓ ઇકબાલભાઈ શરીફભાઇ દિવાન નાઓને ચોરી કરતી વખતે ઉપયોગમાં લિધેલ પીળા તથા લિલા કલરની GJ-27-TB-4756 નંબરની ઓટો રીક્ષા સાથે ચોરી કરેલ સોનાના દાગીના તેમજ ચોરીના રોકડા રૂપીયા મળી કુલ્લે કિ.રૂ.૩,૭૩,૭૮૬/- ની મતાના મુદ્દામાલ સાથે પકડી પાડી CRPC ક.૪૧(૧)ડી. મુજબ ધોરણસર અટક કરી અમરાઇવાડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એલ.સી.બી. ઝોન-૧, પોલીસ સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.

Other News : RTI હેઠળ માહિતી આપવામાં ઠાગામૈયા કરવામાં આવતા ઉમરેઠ પાલીકાના ચીફ ઓફીસરને પાંચ હજારનો દંડ

Related posts

બ્રેકિંગ : રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉનમાં છૂટછાટ અપાઈ : નવી ગાઈડલાઈન જાહેર…

Charotar Sandesh

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના ૬૨% બેડ ખાલી…

Charotar Sandesh

રાજ્યમાં ૧૧ જાન્યુઆરીથી ધો.૧૦-૧૧ના વર્ગો ‘અનલૉક’

Charotar Sandesh