ઇચ્છુક વાલીઓએ તા.૧૦મી એપ્રિલ થી ૨૨મી એપ્રિલ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવું
આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં આર.ટી.ઇ. (રાઇટ ટુ એજયુકેશન) હેઠળ આણંદ જિલ્લાની ખાનગી (બિનઅનુદાનિત) પ્રાથમિક શાળાઓમાં નબળા અને વંચિત જૂથના બાળકોને ધોરણ-૧માં પ્રવેશ આપવામાં આવનાર છે. આર.ટી.ઇ. એકટ હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેઓએ ઓનલાઇન https://rte.orpgujarat.com વેબસાઈટ ઉપર ફોર્મ ભરવાનું રહેશે.
આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા વાલીઓએ તા. ૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૪/૨૦૨૩ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ ભરવા અંગેની જરૂરી તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવી છે.
ધોરણ-૧માં પ્રવેશ આપવા અંગેની તમામ પ્રક્રિયા ઓનલાઇન જ કરવાની રહેશે. વાલીએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવાઓ જેવાં કે, જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો વગેરે ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. જયારે ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. આ ઓનલાઇન ભરેલ ફોર્મની જે પ્રિન્ટ કાઢવામાં આવી હોય તે ફોર્મ કયાંય જમા કરાવવાનું રહેતી નથી.
આર.ટી.ઇ.એકટ હેઠળ કોઇ મૂંઝવણ હોયતો જિલ્લા કક્ષાએ શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર-૦૨૬૯૨-૨૬૩૨૦૫ ઉપર તેમજ તાલુકા કક્ષાના હેલ્પલાઇન નંબર પર આણંદ તાલુકા માટે સુભાષ પટેલના મો. નંબર-૮૧૨૮૬૬૭૯૪૯ ઉપર, ઉમેરઠ તાલુકામાં સંજય પટેલના ૯૪૨૮૨૨૩૯૪૯, બોરસદ તાલુકામાં કનુભાઇ પટેલના મો.નં. ૯૨૬૫૩૧૭૯૦૪, આંકલાવ તાલુકામાં નવજયોતસિંહ ચૌહાણના મો.નં. ૯૮૯૮૮૨૯૧૦૮, પેટલાદ તાલુકામાં મયુર પટેલના નં. ૭૬૦૦૬૬૮૭૭૪, સોજિત્રા તાલુકામાં ભરતભાઇ પટેલના નં. ૭૬૦૦૦૨૬૬૩૩, ખંભાત તાલુકામાં મનોજભાઇ મારવાડીના નં. ૯૬૦૧૨૯૦૫૧૪ અને તારાપુર તાલુકામાં મહેશકુમાર પરમારના મો.નં. ૭૩૫૯૧૮૩૫૦૨ ઉપર સંપર્ક કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી- આણંદ દ્વારા જણાવાયું છે.
Other News : આરટીઈ પ્રવેશ માટેની તારીખ જાહેર કરાઈ, હવે આ તારિખથી ફોર્મ ભરાવવાનું શરૂ થશે