Charotar Sandesh
વર્લ્ડ

USA : અમેરિકામાં ઈડા વાવાઝોડાંનો હાહાકાર : મૃત્યુઆંક વધીને ૪૫ થયો

અમેરિકામાં ઈડા વાવાઝોડાં (Eda Cyclone)

USA : અમેરિકાના હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઈડા (eda cyclone) ની મહત્તમ ઝડપ ૨૪૦ કિલોમીટર પ્રતિકલાકની રહી હતી. આટલી તીવ્ર ઝડપના કારણે આ વાવાઝોડું અમેરિકાના ઈતિહાસનું પાંચમા નંબરનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ગણાયું છે.

અમેરિકામાં ઈડા વાવાઝોડાં (Eda Cyclone) એ હાહાકાર મચાવ્યો હતો, ઉત્તર-પૂર્વના રાજ્યોમાં રહેતાં લગભગ છ-સાત કરોડ લોકો વાવાઝોડાંથી અસરગ્રસ્ત બન્યાં છે

ન્યૂયોર્ક, ન્યૂજર્સી, ફિલાડેલ્ફિયા, કનેક્ટિકટ, પેન્સિલવેનિયા, મિસિસીપી, લ્યુશિયાના, ડેલાવેર, વર્જિનિયા જેવા રાજ્યોના નાના-મોટા શહેરોમાં ચારેબાજું પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. અમેરિકામાં ઈડા વાવાઝોડાં (eda cyclone) એ તારાજી સર્જી છે. મૃત્યુઆંક વધીને ૪૫ થઈ ગયો હતો અને હજુ પણ આ આંકડો વધે તેવી દહેશત સરકારી તંત્રએ વ્યક્ત કરી હતી. વીજળીનો પૂરવઠો ૬૦ કલાકથી ઠપ રહેલાં લગભગ ૨૦ લાખ કરતાં વધુ લોકો અંધારપટ્ટમાં રહેવા મજબૂર બન્યા હતા. મોટાભાગના રાજ્યોના ગવર્નરે કટોકટીની સ્થિતિ જાહેર કરી દીધી છે. રેલવે અને માર્ગ પરિવહન બંધ રહેવાની સાથે સાથે અસંખ્ય ફ્લાઈટ્‌સ રદ્‌ થઈ ગઈ હતી. લોકોને ઘરની બહાર ન નીકળવાની તાકીદ કરાઈ હતી.

ન્યૂયોર્કમાં તો વરસાદનો છેલ્લાં ૪૦૦ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો. એક કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. તે સાથે જ એક રાતમાં કુલ આઠ ઈંચ કરતાં વધુ વરસાદ ખાબકતાં ન્યૂયોર્ક શહેરમાં ચારેબાજું જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ન્યૂયોર્કના હાઈવેમાં ૫૦૦ કરતાં વધુ વાહનો ફસાઈ ગયા હતા. સબ-વે ટનલમાં ૧૭ ટ્રેન પાણીમાં ડૂબી ગઈ હતી. સબ-વે સ્ટેશનમાં ફસાઈ ગયેલાં ૮૦૦ પેસેન્જર્સને સલામત બહાર કાઢવામાં આવ્યાં હતાં. સૌથી વધુ પ્રભાવિત ન્યૂયોર્ક શહેરમાં પાણીમાં ફસાયેલાં ૨૦૦૦ જેટલાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતા.

  • પ્રમુખ જો બાઈડને વાવાઝોડાં અને પૂર પ્રભાવિત વિસ્તારો માટે મેસેજ પાઠવ્યો હતો

અમેરિકન સરકાર રાહત કામગીરીમાં મદદ કરી રહી છે. તમામ રાજ્યોની સ્થાનિક સરકાર સાથે મળીને પૂરજોશમાં બચાવ કામગીરી થઈ રહી છે. આપણે બધા સાથે મળીને આ આફતમાંથી વહેલી તકે ઉગરી જઈશું. જો બાઈડન આગામી દિવસોમાં વાવાઝોડાં અને પૂર પ્રભાવિત રાજ્યોનું હવાઈ નિરીક્ષણ કરશે.

  • Naren Patel

Related News : USA : અમેરિકામાં આવેલાં ઈડા વાવાઝોડાએ કેર વર્તાવ્યો

Related posts

રશિયાની સંસદીય ચૂંટણીમાં આરોપો વચ્ચે પુતિનની પાર્ટીની જીત

Charotar Sandesh

તેલંગાણા રાજ્યના ખેડૂતે દુબઇમાં ૨૭ કરોડની લોટરી જીતી…

Charotar Sandesh

અમેરિકાએ તેની એરલાઇન કંપનીઓને પાક.એરસ્પેસનો ઉપયોગ કરવાની ના પાડી…

Charotar Sandesh