Charotar Sandesh
ગુજરાત

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો મમતા સોની સહિત ભાજપમાં જોડાયા : કેસરિયો ધારણ કર્યો

મમતા સોની

ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ જ્ઞાતિ સમાજ અને અન્ય રાજકીય પક્ષના નેતાઓ આગેવાનો ભાજપમાં પ્રવેશ મેળવી રહ્યા છે ત્યારે ગુજરાતી કલાકારોએ પણ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના હાથે કેસરીયો ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો.

જેના ભાગરૂપે આજે કમલમ ખાતે ગુજરાતી કલા જગતના ૮ જેટલા કલાકારો ભાજપમાં ભળ્યા હતા. જાણીતી ગુજરાતી અભિનેત્રી મમતા સોની, તેમજ ગુજરાતી ફિલ્મ વિટામીન-સીની એક્ટ્રેસ ભક્તિ કુંબાવત સહિતના કલાકારોએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગોરધન ઝડફિયાની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા.

મમતા સોની, ભક્તિ કુબાવત, કામિની પટેલ, હેમાંગ દવે, હેતલભાઈ ઠક્કર, પ્રશાંત બારોટ, સની કુમાર, જ્યોતિ શર્મા અને ફાલ્ગુની રાવલ ભાજપમાં જોડાયા છે.

૨૦૧૯માં પણ ભાજપે સદસ્યતા અભિયાન અંતર્ગત ગુજરાતના જાણીતા કલાકારોને પાર્ટીના સભ્ય બનાવ્યા હતા. જેમાં ભજન ગાયક હેમંત ચૌહાણ, લોક ગાયિકા સંગીતા લાબડિયા, વૉઈસ ઑફ રફી બંકિમ પાઠક અને કિંજલ દવે સહિતના કલાકારોને તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આવકાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ભાજપે અગાઉ પણ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી સમયે મતદાન પૂર્વે મોટી સંખ્યામાં બંગાળી કલાકારોને પાર્ટીમાં સામેલ કરીને મોટો જુગાર ખેલ્યો હતો

જો કે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ગુજરાતમાં મોટી સંખ્યામાં કલાકારોનું ભાજપમાં સામેલ થવું ચૂંટણીની દ્રષ્ટિએ ભાજપ માટે ફાયદાકારક રહેશે કે કેમ? તે જોવું રહ્યું.

Other News : શક્તિપીઠ અંબાજી મંદિરના દ્વારા શ્રદ્ધાળુઓ માટે ખુલ્યાં : બે ડોઝ લેનારને દર્શન

Related posts

આર્મી જવાન સાથે બબાલમાં છોટા ઉદેપુરમાં પીએસઆઈ સહિત ૭ સામે ફરિયાદ…

Charotar Sandesh

રાજસ્થાનની IPL ફાઈનલમાં એન્ટ્રી : અમદાવાદ સ્ટેડિયમમાં ગુજરાત-રાજસ્થાન વચ્ચે જંગ જામશે

Charotar Sandesh

વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવી શકે છે…

Charotar Sandesh