Charotar Sandesh
ગુજરાત

ગુજરાત કોંગ્રેસની કમાન કોને મળશે ? આગામી ચુંટણીની જવાબદારી આ યુવા નેતાને સોંપાય તેવી શક્યતા

ગુજરાત કોંગ્રેસ

અમદાવાદ : ૨૦૨૨ની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રહેશે. જોકે પ્રશાંત કિશોર અંગે હજુ સુધી કોઇ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ કોંગ્રેસનાં જ સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત કોંગ્રેસનું સુકાન રણનીતિકાર પ્રશાંત કિશોરને સોંપી કોંગ્રેસ હાઈકમાન્ડ નવી ગેમ ખેલવા તૈયાર છે. આ ઉપરાંત ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીમાં ૧૨૫ બેઠક જીતવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો. બેઠક અંદાજિત ચાર કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.દિલ્હીમાં આજે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે.

કોંગ્રેસપક્ષને ફરી બેઠો કરી ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં દોડતો કરવા માટે આગામી દિવસોમાં ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરને મોટી જવાબદારી સોંપવામાં આવે એવી શક્યતા છે

ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખ નથી. એવામાં ગુજરાતમાં ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલાં હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનવા માટે હવાતિયાં મારી રહ્ય છે, આ માટે તે પ્રશાંત કિશોરને ગુજરાતના પ્રભારી બનાવવા માટે પ્રયાસો કરી રહ્ય છે, જેથી તેનો પોતાનો પ્રદેશ પ્રમુખ બનવાનો રસ્તો સાફ થઈ જાય. ગુજરાત કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હાલમાં ગુજરાત કોંગ્રેસમાં તેઓ કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે છે.

જોકે કાયમી પ્રમુખની જગ્યામાં હાર્દિક પટેલને પોતાનું સ્થાન નક્કી કરવાના અભરખા જાગ્યા છે

નોંધનીય છે કે ગુજરાતમાં નેતાવિહોણી અને સતત પરાજયનો સામનો કરી રહેલા કોંગ્રેસપક્ષને ફરી બેઠો કરી ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં દોડતો કરવા માટે આગામી દિવસોમાં ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરને મોટી જવાબદારી સોંપવામાં આવે એવી શક્યતા છે. આ મામલે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને પ્રશાંત કિશોર વચ્ચે બેઠક પણ મળી હોવાનું જાણવા મળ્યું છે. આ અગાઉ થોડા દિવસ પહેલાં મળેલી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં પણ પ્રશાંત કિશોરના મુદ્દે ચર્ચા થઈ હતી.

જો પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવે તો કોંગ્રેસનો ગુજરાતમાં ૨૫ વર્ષના વનવાસ પૂરો કરાવી શકશે કે નહીં એ સૌથી મોટો પડકાર રહેશે.

Other News : ગુજરાતમાં પ્રથમ વખત બ્રેઈન ડેડ દર્દીના બંને હાથ, ફેંફસા અને હૃદયનું દાન કરાયું : જાણો, કોણે-કોણે મળ્યું જીવનદાન

Related posts

૩૦મીએ વડાપ્રધાન આદ્યશક્તિપીઠ અંબાજીમાં : પીએમના આગમનને લઈ ત્રણ દિવસનું સફાઈ મહાઅભિયાન

Charotar Sandesh

પેટાચૂંટણીમાં કારમી હાર બાદ રાજીનામું આપવા ધાનાણી અને પ્રમુખ ચાવડાએ દર્શાવી તૈયારી…

Charotar Sandesh

ગુજરાતનું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ લંડનમાં પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવવાની રેસમાં…

Charotar Sandesh