Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં કરોડોના ખર્ચે બ્યુટીફીકેશન કરાયેલા ૩ તળાવો તંત્રના પાપે સુકાભઠ્ઠ !! તપાસ જરૂરી

બ્યુટીફીકેશન તળાવો

સરકારની જળસંચય યોજનાના લીરેલીરા ઉડાવતા પાલિકાના ભાજપી શાસકો

આણંદ : ત્રણ મુખ્ય તળાવના કરોડોના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવ્યા હોવાછતાં અન્ય તળાવ સહિત સુકાભઠ થઇ જતા સરકારની જળસંચય યોજનાના લીરા ઉડવા સાથે પાલિકાની જળસંચયમા કરવાની નિષ્ફળતા ઉન્નુગર થઇ છે.

સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ ફાળવી શહેરના ગોથા તળાવ, લોટેશ્વર તળાવ જેને કાકરીયા કાર્નીવલ બનાવવાના સ્વપ્ર બતાવ્યા સહિત શહેરના અન્ય તળાવ સુકાભઠ ભાસતા સરકાર દ્વારા ત્રણ વર્ષ પૂર્વ તળાવ ઉડા કરી જળસંચય યોજનાના પણ લીરા ઉડવા પામી રહ્યાની ચર્ચા ઉઠી છે. છેલ્લા ત્રણ ચાર વર્ષથી વરસાદ પણ હાથતાળી આપતો હોય તળાવમાં પાણીની અછત જોવા મળે છે. બીજીબાજુ પાલિકા દ્વારા પણ તળાવમાં પાણીના સંગ્રહના નકકર આયોજન હાય ધરવામાં ન આવતા આજે બ્યુટીફીકેશન કરવામાં આવેલ તળાવમાં સોનાની થાળીમાં લોઢાની મેખ સજોવા પામી છે. જોકે વરસાદની અછત વચ્ચે પણ અગાઉ તળાવમાં પાણી રહેવા પામતા હતા.

શહેરમાંથી પસાર થતાં કાસના પુરાણ કરી ગેરકાયદે ઇમારતો ઉભી ચતાં કાંસના પાણી પ્રવાહ અટકતા સુકાભઠ તળાવ નજરે ચઢવા પામી રહ્યા છે

પાલિકા સુત્રના જણાવ્યા પ્રમાણે ખાલી તળાવમાં સિચાઇના પાણીથી તળાવ ભરવાના આયોજન ન હોય ભવિષ્યમાં ડ્રેનેજના પાણીના ટ્રીટમેન્ટ કરી તળાવ ભરવામાં આવે તેવી શક્યતા બનવા પામી છે. જોકે કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવેલ તળાવની વર્તમાન સ્થીતી સ્વચ્છતા ના અભાવે કચરા ઠાલવવામાં આવતા નકાંગારની સ્થીતી ઉભી થવા પામી છે.જોકે તળાવની આ સ્થીતી મુદ્દે પાલિકા દ્વારા બ્યુટીફીકેશન પૂર્વ જળસંચય માટે કોઇ નકકર આયોજન કરવામાં ન આવતા મલાઇ વહીવટ ના ખેલ પાર પડી ગ્યા હોય સમય આવે દેખા જાયેગાની મનોવૃત્તિના કારણે તળાવની આ સ્ત્રીની હોવાની ચર્ચા ઉઠવા પામી નું જાણવા મળેલ છે.

Other News : પંખા-AC ચલાવવા વીજ ચોરી કરતાં ૪૫ ઝડપાયા, તંત્રએ આણંદ જિલ્લામાં ૬.૯૩ લાખનો દંડ ફટકાર્યો

Related posts

બ્રહ્મા કુમારી દ્વારા આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીમાં રક્ષાબંધન પર્વ કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh

વિકસિત ભારત સંકલ્પ યાત્રા આણંદ જિલ્લાના ૮ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રથ પરિભ્રમણ કરશે

Charotar Sandesh

આણંદમાં રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી મારુતિ યજ્ઞ સાથે કરાઈ

Charotar Sandesh