Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતના બિલ્ડરે ૧૯૨ કિલોનો તૈમુર બકરો રૂ.૧૧ લાખમાં ખરીદ્યો

સુરત
ઇદના દિવસે કુરબાની સાથે ઊજવણી કરાશે

સુરત : સુરતમાં બકરી ઇદની ઉજવણીની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ છે. પંજાબી, કાશ્મીરી, રાજસ્થાની, સિરોઇ નસલના બકરા મંડીઓમાં મોં માગી કિંમતે મુસ્લિમ બિરાદરો બકરાની ખરીદી કરી રહ્યા છે. સુરતના ઇતિહાસમાં પહેલીવાર તૈમુર નામનો એક બકરો રૂપિયા ૧૧ લાખમાં જાણીતા બિલ્ડર ઝબલભાઈ સુરતીએ ખરીદતાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઝબલભાઈએ જણાવ્યું હતું કે બકરો ૧૯૨ કિલોનો છે અને ૪૬ ઇંચની ઊંચાઈ ધરાવે છે. ઇદના રોજ બકરાની કુરબાની આપી ઉજવણી કરાશે.

ઝબલભાઈ સુરતી (બિલ્ડર)એ જણાવ્યું હતું કે બકરાની ઉંમર હાલ અઢી વર્ષની છે. આઠ મહિનાથી આ બકરાનું પાલનપોષણ એક પશુપાલક કરતો હતો. જોકે બકરાને જોયા બાદ એને કોઈપણ કિંમતે લેવાની ઈચ્છા હતી. એટલે ૧૧ લાખમાં ખરીદી કરી છે. આવા મારી પાસે બીજા ૨૦ બકરા છે, જેની કુરબાની પણ ઇદના રોજ આપવામાં આવશે.

તેણે વધુમાં જણાવ્યું હતું કે હાલ આ બકરા (નામ તૈમુર છે)નો ખોરાક જોઈએ તો કાજુ-બદામ, આયુર્વેદિક ઔષધિઓ, ચારો, મુરબ્બો સહિતનો છે. રોજ બે ટાઈમ ભોજન આપવામાં આવે છે. આ સાથે રોજ ૪ લિટર દૂધ પિવડાવવામાં આવે છે અને એક કલાક માલિશ કરાઈ છે. અઠવાડિયામાં એક વાર વોક પર પણ લઈ જવામાં આવે છે.

Other News : વડોદરામાં પેટ્રોલ-ડિઝલ અને મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસનું હલ્લાબોલ

Related posts

રૂપાણીની ગુંડાઓને ચેતવણી : ગુંડાગર્દી છોડો નહિ તો ગુજરાત છોડવું પડશે…

Charotar Sandesh

કોરોનામાં નવરાત્રિને લઇ મુખ્યમંત્રી સમક્ષ આયોજકોએ કરી રજૂઆત…

Charotar Sandesh

આણંદ સહિત મધ્ય-દક્ષિણ ગુજરાતમાં આજથી પાંચ દિવસ વરસાદની આગાહી : વરસાદી સિસ્ટમ સક્રિય

Charotar Sandesh