Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ-બોરસદ અને સોજિત્રા તાલુકાના કેટલાંક વિસ્‍તારોને નિયંત્રિત વિસ્‍તાર તરીકે જાહેર કરાયા

કોરોના વાયરસ

આ વિસ્‍તારમાં અવર-જવર કરવા પ્રતિબંધ

આણંદ : હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે. જેને અનુલક્ષીને કેન્‍દ્ર–રાજય સરકાર દ્વારા સમયાંતરે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે.

કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના ઝડપી સંક્રમણને ધ્‍યાનમાં લઇ તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્‍થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે આણંદના જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ શ્રી મનોજ દક્ષિણીએ તેમને મળેલ સત્તાની રૂઇએ ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની કલમ-૩૦ થી ૩૪ તથા ધ એપેડેમીક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્‍યુલેશન, ૨૦૨૦ની કલમ-ર તથા કલમ-૧૧ હેઠળ વાયરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતા લોકોની સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે

આણંદ તાલુકાના આણંદ નગરપાલિકા હદ વિસ્‍તારમાં આવેલ (૧) ૧૦, લક્ષ ટાઉનશીપ, જીટોડિયા રોડ, આણંદ (કુલ-૯ મકાન) (ર) ૨૦૨ પરમ ક્રિશ્ના કોમ્‍પલેક્ષ, ગણેશ દુગ્‍ધાલય, આણંદ (કુલ-૧ મકાન), (૩) ૬૦૧, અંબે જયોત ફલેટ, રૂપાપુરા, આણંદ (કુલ-૧ મકાન), (૪) ડી/૧૫, આકૃતિ નગર ગેટ નં.૪, જીટોડિયા રોડ, આણંદ (કુલ-૧૨ મકાન), (૫) શાંતનુ બંગલો, શાસ્‍ત્રી બાગ, આણંદ (કુલ-૧ મકાન), વિદ્યાનગર નગરપાલિકા હદ વિસ્‍તારમાં આવેલ એ/૫૦૧, શ્રીરામ કુંજ-૩, નાના બજાર, વલ્‍લભવિદ્યાનગર (કુલ-ર મકાન) અને અડાસ ગ્રામ પંચાયત હદ વિસ્‍તારમાં આવેલ દાદાની ખડકી, અડાસ (કુલ-૩ મકાન), બોરસદ તાલુકાના વાલવોડ ગ્રામ પંચાયત હદ વિસ્‍તારમાં આવેલ મોટી ખડકી, વાલવોડ (કુલ-ર મકાન) જયારે સોજિત્રા તાલુકાના કાસોર ગ્રામ પંચાયત હદ વિસતારમાં આવેલ બ્રહ્મ પોળ, કાસોર (કુલ-૧ મકાન)ના વિસ્‍તારોને તાત્‍કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તા. ૧૩/૦૧/૨૦૨૨ સુધી નિયંત્રિત વિસ્‍તાર (Containment Area) તરીકે જાહેર કરવામાં આવ્‍યા છે.

આ હુકમનો ભંગ કરનાર વ્‍યકિત નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્‍વયે આણંદ જિલ્‍લામાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્‍ધ આઇ.પી.સી. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્‍યા છે.

Other News : દર વર્ષની જેમ અનોખી રીતે થર્ટી ફસ્ટની ઉજવણી કરતા આણંદના કાઉન્સીલર ડો.પલક વર્મા

Related posts

નડિયાદમાં પતંગની દોરીએ એક ૨૫ વર્ષીય યુવતીનો ભોગ લીધો : ચાઈનીઝ દોરીથી ગળું કપાયું

Charotar Sandesh

આણંદ કલેકટર કચેરી ખાતે મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સ્થળ ઉપર ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાંભળ્યા

Charotar Sandesh

આણંદ જિલ્લામાં કોરોનાના ટેસ્ટ સેમ્પલની ચકાસણી માટે સુરક્ષિત કેબીન મુકવામાં આવી…

Charotar Sandesh