Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વિશ્વપ્રસિદ્ધ વડતાલમાં દ્વારકા, જગન્નાથપુરી, બદરિનાથ અને રામેશ્વરમ્, ચારધામના દર્શનના હિંડોળા

હિંડોળા ઉત્સવ

Anand : વિશ્વપ્રસિદ્ધ વડતાલધામ (vadtaldham) ને આંગણે આજે [ ૧૭/૭/૨૦૨૨થી ૨૧/૮/૨૦૨૨ સુધી ભવ્ય હિંડોળા મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડતાલ ગાદીના વર્તમાન પિઠાધિપતિ પ.પૂ. શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ડો સંત સ્વામી – મુખ્ય કોઠારીશ્રી વડતાલ, શા. શ્રી નૌતમ સ્વામી , શા શ્રી ધર્મપ્રસાદ સ્વામી, શા હરિૐ સ્વામી વગેરે વડિલ સંતોના વરદહસ્તે આ ૩૬ દિવસીય મહોત્સવનું સાંજે ૬ વાગ્યે ફુગ્ગા સાથે ઉદ્ધાટન બેનરો અને શ્રીફળ દ્વારા મંગલ ઉદઘાટન થયું હતું.

ઉદઘાટન પૂર્વે આ કાર્યમાં આર્થિક સેવા આપનારા શાસ્ત્રી સ્વામી પૂજ્ય નૌતમપ્રકાશદાસજીએ હિંડોળા (hendoda) મહિમાની વર્ણવ્યો હતો

ત્યારબાદ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી, શાસ્ત્રી ધર્મપ્રસાદદાસજી, ભક્તિજીવન સ્વામી, ડૉ.સંત સ્વામી, શ્યામવલ્લભ સ્વામીએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યુ હતું. અને આજે રવિવાર અને હિંડોળા ઉત્સવ (hendoda utsav)ના પ્રારંભનો સંયોગ સર્જાતા મંદિરમાં ભાવિકોની ભારે ભીડ જામી હતી.

આ હિંડોળામાં ધર્મ અને રાષ્ટ્રભાવનાના , બંને પાસા ઉપસી રહ્યા છે . અહિં ધર્મની દ્રષ્ટીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ ૨૦૦ વર્ષ પહેલા જે હિંડોળા પર બેસીને ઝુલ્યા હતા તે હિંડોળાના દર્શન માટે ભાવિકોની ભીડ ઉમટી રહી છે. જ્યારે રાષ્ટ્ર ભાવનાના જાગરણના ભાગરુપે આઝાદીના અમૃત મહોત્સવની ઝાંખીઓ પ્રેરણા આપી રહી છે.

૩૦ દિવસમાં આ નજારો ખડો કરવામાં ૫૦ જેટલા સ્વયંસેવકોએ એવરેજ ૧૫૦૦૦ કલાકનો શ્રમ કર્યો છે. અને આગામી ૩૬ દિવસ સુધી રોજના ૭૫ સેવકો સેવા આપશે.આ સમગ્ર હિંડોળા મહોત્સવ શ્યામવલ્લભ સ્વામીના માર્ગદર્શનમાં ગોવિંદ બારસીયા , નિકિત પટેલ અને ભાવિનભાઈ વગેરે ટીમ ખડે પગે સેવા કરી રહી છે.

વડતાલ મંદિર પરિસરમાં હરિમંડપ પાછળની સંપાદિત થયેલી ૨૧૦૦૦ ચો.ફૂટ જગ્યામાં ઊભા કરાયેલા બે વિશાળ મંડપમાં (Dom)
આવા પ્રભાવી હિંડોળાના દર્શનાર્થી લોકોના ટોળાઓ આવી રહ્યા છે.

Other News : આણંદ જિલ્લામાં ૧૮ થી ૫૯ વર્ષના નાગરીકોને ૭૫ દિવસ સુધી વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ

Related posts

આણંદ તાલુકા સહિત આસપાસના આ ગામોના કોરોના સંક્રમિત વિસ્તારો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર…

Charotar Sandesh

આણંદ જનતા કર્ફયુ : રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, રોડ-રસ્તા બન્યા સુમસામ : જોરદાર પ્રતિસાદ…

Charotar Sandesh

ઉત્તરાયણમાં ચાઇનીઝ – પ્લાસ્ટીક દોરા ઉપર પ્રતિબંધ : આણંદ પોલીસે ૪.૫૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

Charotar Sandesh