Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

અમૂલના ચેરમેન તરીકે વિપુલભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે કાંતિભાઈ સોઢાની નિમણૂક

અમૂલના ચેરમેન

આણંદ : આઝાદી બાદ પ્રથમવાર આજે અમૂલની ચૂંટણીમાં ભાજપના ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂક કરાઈ છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ તથા સહકાર મંત્રી અમિત શાહની આગેવાનીમાં અમૂલ ડેરી પર ભાજપનું શાસન છવાયું છે.

વિપુલ પટેલ (ડુમરાલ) નવા ચેરમેન અને કાન્તી સોઢા પરમાર વાઇસ ચેરમેન બનેલ છે

છેલ્લા 25 વર્ષથી દબદબો ધરાવતા રામસિંહ પરમાર ભાજપમાં હોવા છતાં સ્થાનિક સંગઠનને ક્યાં વાંકું પડ્યું એ હાલમાં સૌથી ચર્ચા તો સવાલ છે ?

આજે અમૂલની ચૂંટણી પહેલાં ભાજપ પક્ષે મોટો ખેલ પાડી ૩ સહકારી ડિરેક્ટરોને ભાજપમાં જોડાયા છે, ગત દિવસે કમલમ ખાતે અમુલ ડેરીના ૩ ડિરેક્ટરે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસનો દબદબો હતો, હવે ભાજપે એક્ટિવ થઈને હવે લગભગ પૂરો દબદબો જમાવી લીધો છે, ફેડરેશનમાં પણ મોટાભાગની ડેરીઓના ચેરમેન ભાજપ પ્રેરિત છે.

Other News : આણંદ રેલવે સ્ટેશનનું ૩ વિંગ મોડેલ : રેલવે સ્ટેશનની આ છે ખાસિયત, જુઓ

Related posts

આણંદ જિલ્લાના તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો તા.૧૨/૦૫/૨૦૨૧ સુધી બંધ…

Charotar Sandesh

ગુજરાત એમ્‍પલોયમેન્‍ટ સર્વિસના નામે પ્રસિધ્‍ધ થયેલી ભરતીની જાહેરાત બનાવટી…

Charotar Sandesh

આણંદમાં સાઈબર ક્રાઈમ : કેવાયસી અપડેટના નામે વૃદ્ધના ૧.૬૨ લાખ ઉપાડી લીધા

Charotar Sandesh