Charotar Sandesh
ગુજરાત

વડોદરામાં પેટ્રોલ-ડિઝલ અને મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસનું હલ્લાબોલ

કોંગ્રેસ

અમિત ચાવડા સહિતના લોકોની પોલીસે અટકાયત કરી

વડોદરા : વડોદરામાં મોંઘવારીના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા આજે જનચેતના અભિયાનના ભાગરૂપે ગાંધીનગર ગૃહ ખાતેથી સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં પેટ્રોલ- ડીઝલ, ગેસ બોટલ, દૂધ અને તેલના અસહ્ય ભાવ વધારાના બેનરો, પોસ્ટરો સાથે સાઇકલ રેલી નીકળે તે પહેલાં જ પોલીસે અટકાવી દીધી હતી. સાઇકલ રેલીમાં જોડાયેલા કાર્યકરો સાથે ઉંટ ગાડીએ આગવું આકર્ષણ જમાવ્યું હતું. જોકે, કોંગ્રેસ દ્વારા આયોજીત સાઇકલ રેલી નીકળે તે પહેલાં જ પોલીસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત ૫૦ જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. સાઇકલ રેલી નીકળે તે પહેલાંજ પોલીસ તંત્ર દ્વારા અટકાયત શરૂ કરતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કાર્યકરો દ્વારા સરકાર વિરોધી ભારે સુત્રોચ્ચાર કરતા ઉત્તેજના વ્યાપી ગઇ હતી.

મોંઘવારીનો માર..પ્રજા બેહાલ…બે ફીકર છે સરકાર, મોંઘવારીનો માર…ભાજપા મસ્ત…પ્રજા ત્રસ્ત….જેવા સુત્રોચ્ચાર લખેલા પોષ્ટરો સાથે સાઇકલ રેલીમાં કાર્યકરો ગાંધીનગર ગૃહ ખાતે આવી પહોંચ્યા બાદ સરકાર વિરોધી દેખાવો-સુત્રોચ્ચાર કર્યા હતા. તે બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાની આગેવાનીમાં સાઇકલ રેલીની શરૂઆત કરી હતી. જોકે, કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમના પગલે પોલીસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોઇ, પોલીસે સાઇકલ રેલી કાઢવા દીધી ન હતી. અને પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, ચંદ્રકાંત શ્રી વાસ્તવ સહિત ૫૦ જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.
પોલીસે અટકાયત શરૂ કરતાજ કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કાર્યકરો દ્વારા સરકાર વિરોધી ભારે સુત્રચ્ચાર કર્યા હતા. પોલીસની દમનગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવી રહેલી રેલીમાં કોવિડ-૧૯ની ગાઇડ લાઇનનો ભંગ થતો હોવાથી અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર ગૃહ ખાતે પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણને પગલે ગાંધીનગર ગૃહની આસપાસનો ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. કોંગ્રેસના મોંઘવારી વિરોધના આ કાર્યક્રમે શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું હતું.

Other News : રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર : ભાવનગરમાં પેટ્રોલની કિંમત રૂપિયા ૧૦૦ને પાર

Related posts

પીએમ મોદીએ સુરતમાં ૨૮ કિમી જેટલો મેગા રોડ શો યોજ્યો : મોદી મોદીના નારા ગુંજી ઉઠ્યા

Charotar Sandesh

ભાજપ : ખેડા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

Charotar Sandesh

દિવાળી પર્વ પર રાજયભરના મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા…

Charotar Sandesh