રાજ્યમાં ૫મી ફેબ્રુઆરી સુધી ધોરણ ૧થી ૯ના વર્ગોમાં ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય
કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં રાજ્ય સરકારનો નિર્ણય
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાને લઈ ધોરણ ૧ થી ૯નું ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે, જે ગાઈડલાઈનની અવધિ ૩૧ જાન્યુઆરી સુધી હતી, જે વધારવા અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક યોજાઈ હતી.
જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ ૧થી ૯ના વર્ગોમાં આગામી તા. ૫ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કોર કમિટીના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, આગામી તારીખ ૫ ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ ૧થી ૯ના વર્ગોમાં માત્ર ઓન લાઇન શિક્ષણ જ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આ અગાઉ ગત તા. ૭મી જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો કે તા. ૩૧ જાન્યુઆરી સુધી ધોરણ ૧ થી ૯ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવશે.
Other News : યાત્રાધામ અંબાજી મંદિરના દ્વાર ૧ ફેબ્રુઆરીથી દર્શનાર્થી માટે ખુલ્લા મુકાશે : ઓનલાઇન બુકીંગ ફરજિયાત