Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં ઓમિક્રોનના કેસો વધતાં આ શહેરોમાં આવતીકાલથી રાત્રિ કર્ફ્યુના સમયમાં વધારો કરાયો

રાત્રિ કર્ફ્યુ

ગાંધીનગર : રાજ્યમાં ઓમિક્રોનના કેસો વધતાં રાજ્ય સરકાર સતર્ક થઈ છે, ત્યારે ક્રિસમસ અને ન્યુ યરની ઉજવણી માટે ઘર બહાર નીકળો તે પૂર્વે રાત્રિ કર્ફ્યુનો નવો સમય જાણી લેજો.

કોવિડ-૧૯ ના સંક્રમણની બાબતને ધ્યાને લેતાં રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગના તા .૩૦.૧૧.૨૦૨૧ ના રોજ રાજયના ૮ શહેરોમાં રાત્રિ કફર્યુ તથા નિયંત્રણો અમલમાં મુકવામાં આવેલ છે. ૮ શહેરોમાં રાત્રિ કર્ફયુની અવધિ તા.૧૦.૧૨.૨૦૨૧ તથા તા.૨૦.૧૨.૨૦૨૧ થી તા .૩૧.૧૨.૨૦૨૧ સુધી લંબાવવામાં આવ્યો હતો. પરંતુ રાજયમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતીની પુન : સમીક્ષા કરી ૮ શહેરોમાં મુકવામાં આવેલ નિયંત્રણો તેમજ રાત્રિ કર્ફયુના સમયમાં નીચે મુજબ ફેરફાર કરવામાં આવેલ છે

  • તા .૨૫.૧૨.૨૦૨૧ થી અમદાવાદ શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, વડોદરા શહેર , જૂનાગઢ શહેર, જામનગર શહેર, ભાવનગર શહેર, ગાંધીનગર શહેરોમાં દરરોજ રાત્રિના ૧૧ : ૦૦ થી સવારના ૦૫ઃ૦૦ કલાક સુધી રાત્રિ કર્ફયુ અમલમાં રહેશે.
  • આ ૮ શહેરોમાં તમામ દુકાનો, રેસ્ટોરેન્ટસ, વાણિજ્યક સંસ્થાઓ, લારી – ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી / બજાર / હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ હાલ રાત્રિના ૧૨ઃ૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાય છે .
  • જેમાં ફેરફાર કરતા તા .૨૫.૧૨.૨૦૨૧ થી આ ૮ શહેરોમાં રાત્રિના ૧૧ઃ૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે .
  • તા .૩૦.૧૧.૨૦૨૧ ના હુકમોની અન્ય બાબતો તા .૩૧.૧૨.૨૦૨૧ સુધી યથાવત રહે છે .

Other News : ગ્રામ પંચાયતની ચુંટણી બાદ મત ગણતરી સમયે પેટીમાંથી ચિઠ્ઠીઓ નીકળી : જાણો શું લખ્યું હતું ચિઠ્ઠીમાં !

Related posts

Breaking : ગુજરાતમાં આખરે રદ કરાઈ બોર્ડની ધોરણ-12ની પરીક્ષા : કેબિનેટ બેઠકમાં નિર્ણય…

Charotar Sandesh

આજકાલ બાળકોને શા કારણે આવી રહ્યા છે હાર્ટ એટેક ? નિષ્ણાંતોએ કર્યો આ ખુલાસો

Charotar Sandesh

લોકડાઉન 4.0 : છૂટછાટ અને પ્રતિબંધ અંગે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત : ગાઈડલાઇન્સ જાહેર…

Charotar Sandesh