Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં એકદમ ઘટાડો નોંધાયો : દૈનિક મૃત્યુઆંક પણ ઓછા થયા, જુઓ

ગુજરાતમાં કોરોના

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસોમાં દિન-પ્રતિદીન ઘટાડો નોંધાયો છે, અને વેક્સિનેશન પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૩૮૯૭ નવા કેસ નોંધાયા છે.

એક મહિના બાદ રાજ્યમાં ૪ હજારથી ઓછા કેસ નોંધાયા છે, જ્યારે ૧૯ દર્દીના મોત થયા છે

આજે ૧૦૨૭૩ દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને ૯૫.૩૯ ટકા થઈ ગયો છે. જોકે સતત એક સપ્તાહથી નવા કેસ ૧૦ હજારથી ઓછા નોંધાયા છે. તેમજ વેન્ટિલેટર પરના ૨૨૫દર્દી થઈ ગયા છે.

અત્યાર સુધીમાં ૧૨ લાખ ૨૪૧ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦ હજાર ૬૬૭ થયો છે. તેમજ અત્યાર સુધીમાં ૧૧ લાખ ૪૪ હજાર ૯૫૬ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૪૪ હજાર ૬૧૮ એક્ટિવ કેસ છે, જેમાંથી ૨૨૫ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે ૪૪ હજાર ૩૯૩ દર્દીની હાલત સ્થિર છે.

Other News : સોમવારથી સ્કુલો ફરી શરૂ : ધોરણ ૧ થી ૯ના વર્ગોનું શિક્ષણ ઓફલાઈન શરૂ કરવા જાહેરાત

Related posts

જળસપાટીમાં વધારો નોંધાતા નર્મદા ડેમના દરવાજા ખોલી નંખાયા

Charotar Sandesh

મહાસતી અનસૂયા માતાજીના મંદિરમા નર્મદાજીને આજીવન સમર્પિત એવા નિત્ય નર્મદા પરીક્રમાવાસી

Charotar Sandesh

આણંદ જીલ્લા સહિત રાજ્યના ૧૦ હજાર સરકારી ડોકટરો હડતાળ ઉપર ઉતરી ગયા, શું છે પડતર માંગણીઓ

Charotar Sandesh