અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચુંટણી અગાઉ આગામી ૧ ડિસેમ્બર અને પ ડિસેમ્બરે ચુંટણી યોજાવાની છે, ત્યારે આજની પીએમ મોદીએ ભારતમાં 5G સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે, ત્યારે આજથી ગુજરાતના તમામ ૩૩ જિલ્લામાં 5Gની શરૂઆત થઈ છે.
આ ટેક્નોલોજીથી દેશના લાખો વિદ્યાર્થીઓ ડિજિટલ માધ્યમથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે
જિયો TRU મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય ગુજરાત બની ચૂક્યું છે, આજથી એટલે કે ૨૫ નવેમ્બરથી Gujarat ના તમામ ૩૩ જિલ્લામાં 5Gની શરૂઆત થઈ છે.
રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ Tweet કરીને આ વિશે માહિતી આપી છે. તેમણે Tweet માં ગુજરાતના ૩૩ જિલ્લામાં ૧૦૦% વિસ્તારમાં True-5G મેળવનાર પ્રથમ ભારતીય રાજ્ય બન્યું છે. IOT એજ્યુકેશન, હેલ્થકેર, એગ્રી, ઈન્ડસ્ટ્રી ૪.૦ અને True-5G સેક્ટરમાં True-5G સંચાલિત પહેલોની શ્રેણી શરૂ કરવામાં આવશે.
Other News : વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ : આણંદ જિલ્લાની ૨૦૧૭ ની ચૂંટણીનાં લેખા જોખા