Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

રાજયમાં લઘુત્તમ વેતન ધારાનો અમલ થતો નથી અને સહકારી-ખાનગી ફેકટરીઓમાં કામદારોનું શોષણ થાય છે : અમિત ચાવડા

લઘુત્તમ વેતન ધારા

ફરિયાદ અને સંકલન બેઠકમાં વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ રજુઆત કરી

આણંદ : જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગુજરાત વિધાનસભા કોગ્રેસ વિપક્ષના નેતા અને ધારાસભ્યશ્રી અમિત ચાવડાએ આણંદ જિલ્લાની ફેકટરીઓમાં શોષણનો ભોગ બની રહેલા કામદારોને લઘુત્તમ વેતન ધારા મુજબ વેતન મળે તે માટે લડત આપવામાં આવશે.

રાજ્યમાં લઘુત્તમ વેતન ધારો ૧ એપ્રિલથી અમલમાં આવ્યો હોવા છતાં ફેકટરીના સંચાલકો દ્વારા કામદારોને લઘુત્તમ વેતન નહીં આપી શોષણ કરવામાં આવી રહ્યું છે. વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ રજુઆત કરી હતી. સમગ્ર રાજ્યમાં કામદારોને લઘુત્તમ વેતન ધારા અનુસાર વેતન ચૂકવવા માટે લઘુત્તમ વેતન ધારો અમલમાં છે તેમ છતાં કામદારોને લઘુત્તમ વેતન નહિ ચૂકવી શોષણ કરવામાં આવી રહ્યું છે. સરકીટ હાઉસના કર્મચારીઓ હોય કે પછી કલેકટર કચેરી સરકારી કચેરીઓનાં વર્ગ ૩-૪નાં કર્મચારીઓ હોય સહકારી સંસ્થાઓ, ખાનગી ફેકટરીઓનાં કામદારોને ઓછું વેતન આપી લઘુત્તમ વેતન ધારાનો ભંગ કરવામાં આવી રહ્યો છે.

તેમજ સરકારી અધિકારીઓનાં સરકારી વાહનનો ચાલક હોય કે સેવકો હોય તેઓને પણ લધુત્તમ વેતન ધારા હેઠળ વેતન મળતું નથી ત્યારે આ સરકારી અધિકારીઓ પોતાના કામદારને ન્યાય અપાવી શકતા નથી ત્યારે અન્યોને શુ ન્યાય અપાવશે.તેમજ આણંદ જિલ્લામાં ૧૫૦૦થી વધુ નોંધાયેલી ફેકટરીઓ છે, પરંતુ શ્રમ આયુકતની કચેરી દ્વારા એક મહિનામાં માત્ર ૨૫ ફેકટરીઓમાં તપાસ કરવામાં આવે છે. ત્યારે ૧૫૦૦ ફેકટરીઓમાં તપાસ પૂર્ણ થતા કેટલા વર્ષો વિતી જાય તેમ જણાવી શ્રમ આયુકતને સત્વરે કામદારોને લઘુત્તમ વેતન ધારા મુજબ વેતન મળે તે માટે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર ધ્વારા રાજયમાં નવા લઘુતમ વેતન દર તા.૦૧-૦૪-૨૦૨૩ થી અમલમાં આવેલ છે.

અમિત ચાવડાએ કહ્યું હતું કે જે ફેકટરીના કામદારો કે સરકારી કે સહકારી સંસ્થાઓનાં કામદારો ને નિયમ અનુસાર વેતન ચૂકવાતો નાં હોય તેઓએ આ અંગે સંપર્ક સાધવા અપીલ કરી હતી. તેમજ જો લઘુત્તમ વેતન ધારાનો અમલ નહીં કરી કામદારોનું શોષણ કરવામાં આવશે તો આગામી દિવસોમાં કોંગ્રેસ ધ્વારા આંદોલન કરવામાં આવશે.

Other News : ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સાઈટ પર પાન-આધાર લિંક છે કે નહીં તે જાણી શકાશે : નવી ટેબ શરૂ કરાઈ

Related posts

રવિવારે ગ્રામ પંચાયતોમાં ચુંટણી જંગ : જિલ્લામાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે મતદાન યોજાશે

Charotar Sandesh

વડતાલધામ દ્વારા કોવિડ-૧૯ના દર્દીઓ તથા હોમ કોરોન્ટાઇન દર્દીઓ માટે ઘર બેઠા ટીફીન સેવા…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં અંદાજિત પ લાખ લોકો સહભાગી થશે

Charotar Sandesh