Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે સરદાર પટેલ યુનિ.નો ૬૬મો પદવીદાન સમારંભ યોજાશે

પદવીદાન સમારંભ

યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી : તેજસ્વી વિદ્યાર્થીઓને ૧૦૬ સુવર્ણચંદ્રકો/ગોલ્ડ પ્લેટેડ મેડલ એનાયત કરાશે

રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે

Anand : રાજ્યપાલશ્રી અને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તા. ૧૬/૧૨/૨૦૨૩ ને શનિવારના રોજ બપોરના ૦૩-૦૦ કલાકે સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૬મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાનાર છે. આ પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહી દિક્ષાંત પ્રવચન આપશે. અતિથિ વિષેશ તરીકે શિક્ષણ મંત્રી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ઉપસ્થિત રહેશે.

આ પદવીદાન સમારંભમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કુલ ૧૫,૭૫૪ વિદ્યાર્થીઓને પદવી/ડીગ્રી એનાયત કરવામાં આવશે. યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના તેજસ્વી વિદ્યાર્થીઓને ૧૦૬ સુવર્ણચંદ્રકો/ગોલ્ડ પ્લેટેડ મેડલ એનાયત કરવામાં આવશે તેમ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવશ્રીની યાદીમાં જણાવાયું છે.

Other News : ચરોતરમાં હવે NRI લગ્ન સિઝન શરૂ થતાં જ પાર્ટી પ્લોટોમાં ચોરી કરાવતી ગેંગ સક્રિય

Related posts

ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કુલ આણંદમાં “જન્માષ્ટમી પર્વ” ની ઉજવણી

Charotar Sandesh

આણંદ શહેરમાં યુવકે બે માસૂમ દીકરીઓની હત્યા કરી પોતે ગળેફાંસો ખાઈ લેતાં ચકચાર…

Charotar Sandesh

ચિખોદરા ખાતે આણંદ-ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજ સુધારક સંઘની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ

Charotar Sandesh