Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વિકસિત ભારત સંકલ્પ યાત્રા આણંદ જિલ્લાના ૮ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રથ પરિભ્રમણ કરશે

વિકસિત ભારત સંકલ્પ યાત્રા

આણંદ : કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી લોકો માહિતગાર બને, તેમનામાં જાગૃતિ કેળવાય અને સરકારની યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડીને પ્રત્યેક વંચિત લાભાર્થીઓને લાભ મળે તેવા બહુહેતુક ઉદ્દેશ સાથે ૧૫ મી નવેમ્બરના રોજ જનજાતિય ગૌરવ દિવસથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાનશ્રીની ગ્રામીણ વિકાસને સુનિશ્ચિત કરીને વિકસિત ભારતના નિર્માણની પરિકલ્પનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા આણંદ જિલ્લામાં તા. ૩૦ મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રથમ દિવસે યાત્રાના પાંચ રથોએ જિલ્લાના આણંદ, બોરસદ, પેટલાદ, સોજીત્રા અને ખંભાત તાલુકાના પ્રત્યેક તાલુકા દિઠ બે ગામો મળી કુલ ૧૦ ગામોમાં પરિભ્રમણ કર્યુ હતુ

આ યાત્રાના બીજા દિવસે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ૮ રથો જિલ્લાના ૮ તાલુકાના બે – બે ગામોમાં જઈ સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની સાથે જનજાગૃતિનું કાર્ય કરશે.

આણંદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના બીજા દિવસે તા. ૧ લી ડીસેમ્બરના રોજ ૮ તાલુકાના કુલ મળી ૧૬ ગામોમાં જઈને લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચાડશે. જે અન્વયે આણંદ તાલુકામાં સવારે ૧૧-૦૦ કલાકે સદાનાપુરા અને બપોરે ૩-૦૦ કલાકે રાવળાપુરા ખાતે, બોરસદ તાલુકામાં સવારે ૧૧-૦૦ કલાકે ડભાસી અને બપોરે ૩-૦૦ કલાકે બોચાસણ ખાતે, પેટલાદ તાલુકામાં સવારે ૧૧-૦૦ કલાકે વિશ્રામપુરા અને બપોરે ૩-૦૦ કલાકે દાવલપુરા ખાતે, સોજીત્રા તાલુકામાં સવારે ૧૧-૦૦ કલાકે મલાતજ અને બપોરે ૩-૦૦ કલાકે દેવા તળપદ ખાતે, ખંભાત તાલુકામાં સવારે ૧૧-૦૦ કલાકે ઉદેલ અને બપોરે ૩-૦૦ કલાકે ભુવેલ ખાતે, ઉમરેઠ તાલુકામાં સવારે ૧૧-૦૦ કલાકે અહીમા અને બપોરે ૩-૦૦ કલાકે અરડી ખાતે, આંકલાવ તાલુકામાં સવારે ૧૧-૦૦ કલાકે આસોદર અને બપોરે ૩-૦૦ કલાકે અંબાવ ખાતે તથા તારાપુર તાલુકામાં સવારે ૧૧-૦૦ કલાકે તારાપુર અને બપોરે ૩-૦૦ કલાકે ઉટવાડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ પરિભ્રમણ કરશે.

Other News : આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતતા કાર્યક્રમ યોજાયો

Related posts

વડતાલધામમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ૪ હજાર કિલો દ્રાક્ષનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો

Charotar Sandesh

જ્ઞાાન સ્વામી પ્રાથમિક શાળા ખાંધલી ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh

આણંદમાં ભારતીય જનતા પાર્ટીના “શ્રી કમલમ” કાર્યાલયનું ખાતમુહૂર્ત તથા બુથ પેજ પ્રમુખ સંમેલન યોજાયું…

Charotar Sandesh