Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આજે અનંત ચૌદશ : આણંદ સહિત જિલ્લામાં ગણેશ પ્રતિમાની વિસર્જન યાત્રા કરાશે

ગણેશ પ્રતિમા

આણંદના ગોયા તળાવમાં નાની અને બાકરોલ તળાવમાં મોટી પ્રતિમાઓનું વિસર્જન કરાશે, ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આયોજન

Anand : ગણેશ ચતુર્થીના દિને સ્થાપિત કરેલ વિઘ્નહર્તા દેવ ગણેશજીની દસ દિવસ સુધી પૂજા-અર્ચના અને આરાધના બાદ આવતીકાલે અનંત ચૌદશે પ્રતિમાઓનું જળમાં વિસર્જન કરાશે. આણંદ સહિત જિલ્લાભરમાં ભાવિકજનો દ્વારા ઢોલ-નગારા, બેન્ડવાજા અને ડીજેના તાલ સાથે વાજતેગાજતે દુંદાળા દેવને ભાવભરી વિદાય આપશે.

આણંદ શહેરમાં નગરપાલિકા દ્વારા ગોયા તળાવમાં નાની અને બાકરોલ તળાવમાં મોટી પ્રતિમાઓનું વિર્સજન માટે આયોજન કરાયું છે. જેમાં ફાયર ઓફિસર ધર્મશ ગોરના માર્ગદર્શન હેઠળ બંને સ્થળોએ ફાયર બ્રિગેડની ટીમોએ આજે તરાપા, બોટ, લાઇટ સહિતનું આયોજન હાથ ધર્યુ હતું.

શહેરમાં સવારે ૧૦ કલાકેથી આઝાદ મેદાન પાસેથી ગણેશ પ્રતિમા વિસર્જન યાત્રાનો પ્રારંભ થશે

જે અંબાજી મંદિર,માનીયાની ખાડ, ગોપી સિનેમા રોડ, લોટિયા ભાગોળ, કપાસીયા બજાર, ગામડી ચાર રસ્તા, આણંદ પાલિકા ભવન, ગોપાલ ચાર રસ્તા, સરકારી દવાખાનું, જૂના બસ સ્ટેન્ડ, પોસ્ટ ઓફિસ, મેફેર રોડ, લ-મી ચોકડી થઇને ગામડી વડ પરત થઇને ગામડી વડ, ગ્રીડ ચોકડી, સંકેત ચાર રસ્તા થઇને બાકરોલના મોટા તળાવ પહોંચશે.

Other News : આણંદ જિલ્લાના ૪૨ ગામોમાં આજે ઇદ-એ-મિલાદનો તહેવાર ૨૮મીએ ઉજવાશે પણ જુલૂસ નહીં નીકળે, લેવાયો આ નિર્ણય

Related posts

Breaking : આર્થિક સંકળામણને કારણે સામુહિક આપઘાત, માતા-પુત્રનું મોત, પુત્રીનો બચાવ…

Charotar Sandesh

આણંદ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ-કારોબારી ચેરમેન ભાજપે જાહેર કરાયા, નવા પ્રમુખ જીજ્ઞેશ પટેલ

Charotar Sandesh

આણંદ શહેરમાં મદ્રેસા હાઇસ્કૂલ સંકુલ ખાતે ૭૫ બેડ સાથેનું કોરન્ટાઇન સેન્ટર કાર્યરત કરાયું…

Charotar Sandesh