Charotar Sandesh
ગુજરાત

આજે બજેટનો ત્રીજો દિવસ : કોંગ્રેસના પરેશ ધાનાણીએ ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો, વિધાનસભામાં હોબાળો

બજેટનો ત્રીજો દિવસ

ગાંધીનગર : આજે કોંગ્રેસના આક્રમક વલણ વચ્ચે વિધાનસભા ગૃહમાં ત્રીજા દિવસની કામગીરી સવારે ૧૦ વાગ્યે શરૂ થશે.

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, રાજ્યની ૧૪મી વિધાનસભાના દસમાં સત્ર અંતર્ગત સમાજના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરતું સર્વસ્પર્શી,સર્વગ્રાહી અને સર્વસમાવેશક વર્ષ ૨૦૨૨-૨૩ નું રુ. ૨,૪૩,૯૬૫ કરોડનું બજેટ રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.ગુજરાત ની ભૂપેન્દ્ર પટેલ સરકારનું પહેલું તેમજ રાજ્ય વિધાનસભા ચૂંટણી પૂર્વેનું છેલ્લું બજેટ નાણાંમંત્રી કનુ દેસાઈએ રજૂ કરી દીધું છે.

સત્રમાં ગુજરાત જમીન પચાવી પડાવા પર પ્રતિબંધ સુધારા વિધેયક અને ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સીટી સુધારા વિધેયક એમ ૨ સુધારા વિધેયક પસાર કરવામાં આવશે

બજેટ સત્રના પ્રથમ દિવસે જ રાજ્યપાલે સંબોધન કર્યું હતું, પણ કોંગ્રેસે રાજ્યપાલને સંબોધન કરવા દીધું નહીં. રાજ્યપાલે સંબોધન હાથ ધરતા કોંગ્રેસે ‘ગૃહ મંત્રી રાજીનામું આપે’ તેવા સૂત્રોચ્ચાર કરતા રાજ્યપાલે ૫ મિનિટમાં તેમનું સંબોધન ટૂંકાવી નાખ્યું હતું.

Other News : યુક્રેન રશિયાના યુદ્ધની સ્થિતિ વચ્ચેથી અત્યાર સુધી ગુજરાતના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા

Related posts

રાજ્યમાં હજુ બે દિવસ કાતિલ ઠંડીની હવામાન વિભાગની આગાહી…

Charotar Sandesh

ધો.૧૦ની માર્કશીટ વિના જ ૧૧માં પ્રવેશ, તંત્રએ નોટીસ પાઠવી માન્યો સંતોષ…

Charotar Sandesh

૧૮મે બાદ ધંધા-રોજગાર શરુ કરવા છૂટછાટ મળે તેવા પ્રદિપસિંહ જાડેજાના સંકેત…

Charotar Sandesh